દાહોદ રૂલર પોલીસે ખરોદા ગામેથી ₹8,210 નો વિદેશી દારૂ ઝડપી મહિલા સામે ગુનો નોંધ્યો

Editor Dahod Live
1 Min Read

દાહોદ રૂલર પોલીસે ખરોદા ગામેથી ₹8,210 નો વિદેશી દારૂ ઝડપી મહિલા સામે ગુનો નોંધ્યો

દાહોદ તા. 30

વાત કરવામાં આવે તો 29 6/2023 દાહોદ રૂરલ પોલીસ વિસ્તારમાં પેટ્રોલિંગમાં નીકળી હતી તે દરમિયાન તેઓ ફરતા ફરતા ખરોદા ગામના ડુંગરા ફળિયામાં જતા તેઓને બાતમી મળી હતી કે ખરોદા ગામના ડુંગરા ફળિયામાં રહેતી મેશાબેન નટુભાઈ નીનામા નામની મહિલા તેના પોતાના રહેણાક મકાનમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ રાખી તેનું છૂટકમાં વેચાણ કરે છે તેવી બાતમીના આધારે રૂલર પોલીસે ખરોદા ગામના ડુંગરા ફળિયામાં રહેતી મેશાબેન નટુભાઈ નીનામાના રહેણાંક મકાનમાં ઓચિંતી રેડ કરતા તેના ઘરમાંથી વિદેશી દારૂ વેચતી મહિલા મેસાબેન નટુભાઈ નીનામા મળી આવી હતી અને પોલીસે તેના ઘરેથી વિદેશી દારૂની 76 નંગ બોટલો ઝડપી પાડી હતી જેની કિંમત 8210 નો વિદેશી દારૂ ઝડપી અને દારૂ વેચનાર મહિલાની અટકાયત કરી તેને રૂલર પોલીસ મથક ખાતે લઈ જઈ તેની સામે રૂલર પોલીસે પ્રોહીબિશન અંગેનો ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી હતી

Share This Article