
યાસીન ભાભોર ફતેપુરા
*ફતેપુરા વિધાનસભામાં ભાજપનો બક્ષીપંચ મોરચાનો જન સંપર્ક યાત્રા રથ આવી પહોંચતા સ્વાગત કરાયું*
દાહોદ તા.28
દાહોદ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના જિલ્લા ભાજપા બક્ષીપંચ મોરચા દ્વારા જનસંપર્ક યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં આજે તારીખ 28 જૂન 2023 ના રોજ ફતેપુરા 129 વિધાનસભા મત વિસ્તારમાં ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ખાતે દાહોદ જિલ્લા ભાજપા દ્વારા યોજાયેલ આ જન સંપર્ક યાત્રાનો રથ આવી પહોંચ્યો હતો ફતેપુર ખાતે આ જનસંપર્ક યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું જેમાં દાહોદ જિલ્લા ભાજપા પ્રમુખ શંકર અમલીયાર દ્વારા ફુલહાર અને કંકુ અગરબત્તી કરીને આ જનસંપર્ક યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ગુજરાત પ્રદેશ ભાજપા આદિજાતિ મોરચાના ઉપપ્રમુખ ડોક્ટર અશ્વિન પારગી, ફતેપુરા તાલુકા ભાજપા બક્ષીપંચ મોરચાના પ્રમુખ કચરૂ પ્રજાપતિ તેમજ ફતેપુરા તાલુકા ભાજપા બક્ષીપંચ મોરચાના ઉપપ્રમુખ પંકજ પંચાલ સહિત ફતેપુરા તાલુકા ભાજપના પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના વિવિધ હોદ્દેદારોએ ફતેપુરા તાલુકાના ભાજપા ના કાર્યકરોએ આ જનસંપર્ક યાત્રાનું ભવ્ય સ્વાગત કર્યું હતું. ત્યારબાદ દાહોદ જિલ્લા ભાજપા પ્રમુખ શંકર આમલીયાર તથા ઉપસ્થિત હોદ્દેદારો દ્વારા જનસંપર્ક યાત્રાના રથને લીલી ઝંડી બતાવીને પ્રવાસ માટે પ્રસ્થાન કરાવવામાં આવ્યું.આ જન સંપર્ક યાત્રા ફતેપુરા વિધાનસભાના ફતેપુરા થઈ બલૈયા થઈ સુખસર થઈ આફવા થઈ સંજેલી પહોંચશ.
આ વેળા એ ફતેપુરા તાલુકા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ તેમજ ફતેપુરા તાલુકાના ચૂંટાયેલા જિલ્લા સભ્યો અને તાલુકા સભ્યો સહિત મોટી સંખ્યામાં ફતેપુરા મતવિસ્તારના સરપંચો અને ફતેપુરા તાલુકા ભાજપના વિવિધ હોદ્દેદારો અને મોટી સંખ્યામાં ફતેપુરા તાલુકાના ભાજપા ના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.