
જીગ્નેશ બારીયા :- દાહોદ
દાહોદ તાલુકાના આગાવાડા ગામે સાસરિયાઓના શારીરિક તેમજ માનસિક ત્રાસથી વાજ આવેલી પરિણીતાએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતા ચકચાર
દાહોદ તા.૧૯
દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના આગાવાડા ગામે એક પરણિતાને પતિ તથા તેના સસરા દ્વારા સારિરીક અને માનસીક ત્રાસ આપતાં આવા અમાનુષી ત્રાસથી વાજ આવેલ પરણિતાએ ઘરમાં ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતાં પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.
આગાવાડા ગામે લીમડી ફળિયામાં રહેતી રતનીબેન ચેતનભાઈ હિમાભાઈ પરમારને તેના પતિ ચેતનભાઈ તેમજ તેના સસરા હિમાભાઈ નુરાભાઈ પરમાર અવાર નવાર પરણિતા રતનીબેનને મેણા ટોણા મારતાં હતાં અને શારિરીક તેમજ માનસીક ત્રાસ આપતાં હતાં. પતિ ચેતનભાઈ દ્વારા પરણિતા રતનીબેનન ઉપર અન્ય વ્યક્તિઓ સાથે આડા સંબંધ રાખતી હોવાનો ખોટા શક, વહેમ રાખી રતનીબેનના ચારિત્ર્ય ઉપર શંકા કરી ત્રાસ આપતો હતો. આવા અમાનુષી ત્રાસથી વાજ આવેલ પરણિતા રતનીબેન દ્વારા ગત તા.૧૬મી જુલાઈના રોજ પોતાની સાસરી આગાવાડા ગામે ઘરમાં ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતાં આ સંબંધે મૃતક પરણિતાના પીયરમાંથી વૈષાબેન ભાંદુભાઈ કટારા (રહે. જુની ભોયરા ફળિયું, તા.ઝાબબુઆ, જિ.ઝાબુઆ, મધ્યપ્રદેશ) દ્વારા ચેતનભાઈ તથા હિમાભાઈ વિરૂધ્ધ કતવારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી બંન્ને જણાના ધરપકડના ચક્રોગતિમાન કર્યાં છે.
—————————————-