*ફતેપુરા તાલુકાના ભીતોડી પ્રાથમિક શાળામાં નશા મુક્ત ભારત અભિયાન હેઠળ વિવિધ પ્રવૃત્તિઓ યોજવામાં આવી.*
26 જૂન આંતરરાષ્ટ્રીય માદક દ્રવ્ય નિષેધ દિવસ નિમિત્તે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.*
( પ્રતિનિધિ ) સુખસર,તા.26
26 મી જૂન આંતરરાષ્ટ્રીય માદક દ્રવ્ય નિષેધ દિવસ તરીકે સમગ્ર વિશ્વમાં ઉજવાય છે.જેમાં યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલી દ્વારા દર વર્ષે આંતરરાષ્ટ્રીય માદકદ્રવ્ય નિષેધ દિવસ નિમિત્તે વિવિધ પ્રવૃત્તિઓ તથા કાર્યક્રમો જેવા કે રેલીઓ,સાંસ્કૃતિક કાર્યક્રમ,પરી સંવાદો,વર્કશોપ પ્રતિજ્ઞાઓ અને ડ્રગ વિરોધી સોશિયલ મીડિયા સહિતના માધ્યમો દ્વારા વ્યાપક પ્રચાર સાથે આયોજનો કરવામાં આવે છે.
જેના ભાગરૂપે ભિતોડી પ્રાથમિક શાળામાં નશા મુક્ત ભારત અભિયાન હેઠળ આંતરરાષ્ટ્રીય માદકદ્રવ્ય નિષેધ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.સૌપ્રથમ ઉપસ્થિત સૌ બાળકો અને સ્ટાફને માદકદ્રવ્યો જેવા કે બીડી,સિગારેટ,ગુટખા,તમાકુ,દારૂ, ડ્રગ્સ વગેરેના સેવનથી શરીરને ખૂબ જ નુકસાન થાય છે.તથા શારીરિક માનસિક અને આર્થિક નુકસાન પણ ખૂબ જ થાય છે જેની સમજ આવતા દિવસના 10 રૂપિયા ખર્ચ કરનાર 30 વર્ષ દરમિયાન 15 લાખ 30 હજાર 900 રૂપિયા તથા પંદર રૂપિયા ખર્ચ કરનાર 22,96,350 તથા 20 રૂપિયા ખર્ચ કરનાર 30,61,800 એમ ક્રમશઃ આર્થિક નુકસાનની માહિતી આપવામાં આવી સાથે નશીલા દ્રવ્યો માણસને માનસિક રીતે ગુલામ બનાવી દે છે અને શારીરિક રીતે પણ ખૂબ જ નુકસાન થાય છે.જેની જાણકારી તમામ બાળકોને આપવામાં આવી હતી.ત્યારબાદ રેલી રૂપે સમગ્ર ગામમાં ગ્રામજનોને પણ આજના દિવસ વિશે તથા તેના હેતુ વિશે માહિતી આપવામાં આવી હતી.તથા રેલીમાં બાળકોએ પોસ્ટર તથા સૂત્રો બોલાવીને સમગ્ર વાતાવરણ નશા મુક્ત બનાવ્યું હતું.રેલી બાદ તમામને આજના શુભ દિનની પ્રતિજ્ઞા લીધી હતી કે,અમો સૌ પ્રતિજ્ઞા લઈએ છીએ કે નશીલા દ્રવ્યો જેવા કે બીડી,સિગારેટ, ગુટકા,તમાકુ,દારૂ,ડ્રગ વગેરે શરીરને ખૂબ જ નુકસાન કરે છે જે આવા નશીલા દ્રવ્યથી દૂર રહીશુ. અને મારા મિત્ર સગા સંબંધી અને પરિવારના લોકોને પણ દૂર રહેવા માટે જણાવીશુ.તથા સૌ સાથે મળી મારી શાળા,કુટુંબ પરિવાર અને સંપૂર્ણ ગામને નશા મુક્ત બનાવીશું.ભારત માતાકી જય ઉપર મુજબના સંકલ્પ સાથે કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો.