Wednesday, 16/04/2025
Dark Mode

દાહોદમાં જાહેરમાં પાના પત્તાનો જુગાર રમતા 3 જુગારીઓને પોલીસે દબોચ્યા 

June 7, 2023
        1195
દાહોદમાં જાહેરમાં પાના પત્તાનો જુગાર રમતા 3 જુગારીઓને પોલીસે દબોચ્યા 

દાહોદમાં જાહેરમાં પાના પત્તાનો જુગાર રમતા 3 જુગારીઓને પોલીસે દબોચ્યા 

તળાવ ફળિયા ભીલવાડામાંથી ત્રણ ખેલીઓ 19 હજારના જુગારની રકમ સાથે રંગેહાથે ઝડપી ગુનો નોંધ્યો

દાહોદ તા. ૭

તારીખ 6-6-2023 ના રોજ દાહોદ ટાઉન એ ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમાં નીકળી હતી તે સમયે પોલીસના જવાનોને બાતમી મળી હતીકે દાહોદ શહેરના તળાવ rod ભીલવાડા વિસ્તારમાં કેટલાક ઈસમો જાહેરમાં ભેગા મળી પાના પત્તા વડે હાર જીતનો જુગાર રમી રમાડે છે તેવી બાતમીના આધારે ટાઉન એ ડિવિઝન પોલીસે તળાવ રોડના ભીલવાડા વિસ્તારમાં રેડ કરવા જતા કેટલાક ઈસમો પાના પત્તા વડે રૂપિયાનો હાર જીતનો જુગાર રમતા હતા અને પોલીસને દેખી તેઓમાં નાસ ભાગના દ્રશ્યો સર્જાયા હતા જેમાં જુગારના દાવ ઉપરથી પોલીસે ત્રણ ઈસમોને રંગે હાથે જુગાર રમતા ઝડપી લીધા હતા અને ત્રણ ઈસમો ભાગી જવામાં સફળ રહ્યા હતા અને પોલીસના હાથે ઝડપાયેલા ત્રણ જુગારીયાઓ શ્યામ ઓમ પ્રકાશ સાંસી અશોક નરેશ સાંસી શ્યામ વિનોદ સાંસી આ ત્રણેય ઝડપાયેલા ઈસમો પાસેથી પોલીસે જુગારના દાવ પર લાગેલા તેમજ તેમની અંગ ઝડતી દરમિયાન ઝડપેલા રોકડ રકમ 19040 રૂપિયા ઝડપી અને અન્ય ત્રણ ઈસમો જેમની સામે પોલીસે જુગાર ધારા મુજબનો ગુનો નોંધ્યો હતો અને પોલીસને દેખી ભાગી છૂટેલા ત્રણ ઈસમો જેનમાં નામ લલ્લુ હરિકિશનભાઈ સાંસી મોનુ ભરતભાઈ સાંસી અને આકાશ અજયભાઇ સાંસી આ ત્રણ મળી કુલ 6 જેટલા ઈસમોને સામે જુગાર ધારા મુજબનો ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!