
યાસીન ભાભોર : – ફતેપુરા
ફતેપુરા વન વિભાગની કચેરી ખાતે ફતેપુરા વિધાનસભાના ધારાસભ્યના અધ્યક્ષ સ્થાને ખાતર અને બિયારણ કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો.
ફતેપુરા તા. ૫
આજે તારીખ પાંચ જૂન 2023 ના રોજ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ખાતે વન વિભાગની કચેરીએ ફતેપુરા 129 વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય રમેશ કટારા ના અધ્યક્ષ સ્થાને યોજના અંતર્ગત ફતેપુરા તાલુકાના ખેડૂતોને ખાતર અને બિયારણ કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો.
આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા વનબંધુ કલ્યાણ યોજના હેઠળ આદિજાતિ ખેડૂતોને ઓછા ખર્ચે વધુ પાક ઉત્પાદન મેળવે અને તેમની આવક માં વધારો થાય તે હેતુ કૃષિ વૈવિધ્યકરણ યોજના અંતર્ગત ખાતર અને બિયારણ કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો.આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ ભાજપા આદિજાતિ મોરચાના ઉપપ્રમુખ ડોક્ટર અશ્વિન પારગી,ફતેપુરા તાલુકા ભાજપા ના વરિષ્ઠ કાર્યકર્તા ચુનીલાલ ચરપોટ તેમજ ફતેપુરા તાલુકા પંચાયત કચેરીના વિસ્તરણ અધિકારી ખેતી એમ બી બારીયા તેમજ ફતેપુરા તાલુકા પંચાયત કચેરીના વિવિધ અધિકારીઓ અને ફતેપુરા વન વિભાગના વિવિધ અધિકારીઓ અને મોટી સંખ્યામાં લાભાર્થી ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા .