દાહોદમાં એક સપ્તાહ પહેલા ચેઇનસ્નેકર ને ઘટનાને અંજામ આપનારો ચેઇન સ્નેકર પંચમહાલના ઓરવાડા ખાતેથી ઝડપાયો
દાહોદ તા.27
દાહોદ શહેરમાં આજથી એક સપ્તાહ પૂર્વે એક વ્યક્તિના ગળામાંથી સોનાની ચેન ઝુંટવી એક મોટરસાયકલ ચોર ઈસમ નાસી ગયાની ઘટના બાદ પોલીસે ગુનો નોંધી આ વ્યક્તિને પંચમહાલ ગોધરા તાલુકાના ઓરવાડા ગામેથી ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધાનું જાણવા મળે છે.
ગત તારીખ ૨૦મી એપ્રિલના રોજ દાહોદ શહેર ના દુધીમતી નદી સુલભ કોમ્પ્લેક્સ પાસેથી એક રાહદારી પસાર થઈ રહ્યો હતો ત્યારે મોટરસાયકલ પર સવાર થઈ આવેલ એક ગઠિયાએ આ રાહદારીના ગળામાંથી સોનાની ચેન કિંમત રૂપિયા 120000 ની દોઢ તોલાની સોનાની ચેનની ઝૂંટવી ફરાર થઈ ગયો હતો આ સંબંધે દાહોદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી હતી આ મામલે પોલીસે બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખી અનેક મળેલ બાતમીના આધારે પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના ઓરવાડા ગામે થી આ ગુનામાં સંડોવાયેલ આરોપી સુનિલ પ્રતાપસિંહ પટેલની અટકાયત કરી તેને દાહોદ ખાતે લઇ આવ્યા હતા અને તેનો કોરોના ટેસ્ટ કરાવી નામદાર કોર્ટ સમક્ષ હાજર કરવાની તજવીજ સાથે તેના રીમાન્ડ મેળવવાની કાર્યવાહી પણ પોલીસે તપાસ હાથ ધરી છે.