ટ્રાફિકથી ધમધમતા તેમજ દાહોદની રોનક ગણાતો સ્ટેશનરોડ કાટમાળમાં ફેરવાયો.. સ્માર્ટ રોડ અંતર્ગત મેગા ડિમોલેશનના બીજા દિવસે સ્ટેશન રોડના શોપિંગ સેન્ટરો પર બુલડોઝર ચાલ્યું…

Editor Dahod Live
3 Min Read

ટ્રાફિકથી ધમધમતા તેમજ દાહોદની રોનક ગણાતો સ્ટેશનરોડ કાટમાળમાં ફેરવાયો..

સ્માર્ટ રોડ અંતર્ગત મેગા ડિમોલેશનના બીજા દિવસે સ્ટેશન રોડના શોપિંગ સેન્ટરો પર બુલડોઝર ચાલ્યું…

વહીવટી તંત્ર દ્વારા ડિમોલેશનની કામગીરીમાં 1500 જેટલાં પરિવારો વિસ્થાપિત થયા..

વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓની ટીમે પોલીસના કાફલા સાથે 510 પૈકી 200 જેટલી દુકાનો જમીન દોસ્ત કરી…

12 થી વધુ બુલડોઝર,4 હિટાચી મશીન , 510, શોપિંગ સેન્ટરની દુકાનો જેમાંથી 200 જેટલી દુકાનો પર સ્માર્ટ સીટીના બુલડોઝરે જમીન દોસ્ત કર્યા..

દાહોદ તા.12

દાહોદ શહેરમાં સ્માર્ટ સીટી અંતર્ગત સ્માર્ટ રોડમાં અવરોધરૂપ દબાણો દૂર કરવાની બીજા તબક્કાની કામગીરીમાં આજરોજ વહેલી સવારથી શરૂ કરવામાં આવતા દાહોદ શહેરની રોનક ગણાતો તેમજ સતત ટ્રાફિકથી ધમધમતા એવા સ્ટેશન રોડ પર મેગા ડિમોલેશનની કામગીરી હાથ ધરાઈ હતી.જેમાં નગરપાલિકાના શોપિંગ સેન્ટરોમાં આવેલી 200 જેટલી દુકાનો પર બુલડોઝર ચાલતા એક તરફ ગેરકાયદેસર દબાનોનો સફાયો થયો હતો. તો બીજી તરફ આ ડિમોલેશનની કામગીરીથી 1500 જેટલા પરીવારો વિસ્થાપિત થઈ જવા પામ્યા હતા.જોકે તંત્ર દ્રારા હાથ ધરાયેલી ડિમોલેશનની કામગીરી પૂર્ણ થયા બાદ સ્માર્ટ રોડ બનવવાની કામગીરી શરૂ થવાની છે. ત્યારે વર્ષોથી સ્ટેશન રોડ પર નભતા તેમજ ડિમોલેશનની કામગીરીમાં વિસ્થાપિત થયેલા પરિવારોના પુનઃ સ્થાપન માટે પાલિકા દ્રારા ઝડપથી કામગીરી હાથ ધરવા પ્રવર્તમાન સંજોગોમાં ઉઠવા પામી છે.

દાહોદમાં સ્માર્ટસીટી અંતર્ગત 54.7 કરોડના ખર્ચે 10 જેટલા જુદા-જુદા સ્માર્ટ રોડ બનવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. અને આ સ્માર્ટની કામગીરી દરમિયાન માર્ગમાં અવરોધ રૂપ દબાણો દૂર કરવા વહીવટી તંત્ર દ્રારા ગયા અઠવાડિયે ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી.જેમાં તળાવથી ગોધરા રોડ તેમજ ગોદીરોડ ખાતે માર્ગમાં અવરોધરૂપ દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ત્યારબાદ આ કામગીરી દરમિયાન કેટલાક દુકાનદારોને માર્કિંગ અને નોટિસો ન મળી હોવાનું કહેતા એક અઠવાડિયા સુધી વહીવટી તંત્ર દ્વારા નવેસરથી માર્કિંગ તેમજ નોટિસો પાઠવી દિન પાંચમાં દુકાનો ખાલી કરવા માટે તાકીદ કરવામાં આવી હતી.ત્યારબાદ વેપારીઓ અને જન પ્રતિનિધિઓ દ્રારા સંબંધિત વિભાગોને વેપારીઓના હિતોને ધ્યાને લઈ વૈકલ્પિક વ્યવસ્થા કરવાની માંગણી ઉઠવા પામી હતી.પરંતુ ગઈ કાલ સવારથી જ વહીવટી તંત્ર દ્રારા ડિમોલેશનની ફેઝ ટુ ની કામગીરીને ગઈ કાલથી શરૂ કરવામાં આવી હતી.જેમાં પડાવથી બિરસા મુન્ડા સર્કલ સુધી સ્માર્ટ રોડના અવરોધરૂપ દબાનોનો સંખ્યાબંધ બુલડોઝરોથી ખુરદો બોલાવાની શરૂઆત કરતા એક તબબકે અફરા તફરીનો માહોલ સર્જાયો હતો.તો બીજી તરફ સ્ટેશન રોડના વેપારીઓ દ્રારા ધડાધડ દુકાનો ખાલી કરવા માટે દોડાદોડ કરવા લાગ્યા હતા.જોકે બીજા દિવસે વહેલી સવારથી જ દબાણો તોડવાની કામગીરી હાથ ધરાઈ હતી.જે મોડે સાંજ સુધી ચાલી હતી અત્રે ઉલ્લેખનીય છે કે પ્રાંત અધિકારી એન.બી.રાજપૂત અને સંબંધિત વિભાગના અધિકારીઓની ટીમ દ્રારા 12 થી વધુ બુલડોઝરો ચાર હિટાચી મશીન દ્રારા 200 થી વધુ દુકાનો જમીન દોસ્ત કરી દેવામાં આવી હતી

Share This Article