
જીગ્નેશ બારીયા/નીલ ડોડીયાર :- દાહોદ
મધ્યપ્રદેશ નિમાવરમાં પાંચ લોકોની ઘાતકી હત્યાંના વિરોધમાં દોષિતોને ફાંસી આપવાની માંગ સાથે આદિવાસી ટાઇગર સેનાએ કલેકટરશ્રીને આવેદન પાઠવ્યું
દાહોદ તા.૦૫
મધ્યપ્રદેશના દેવાસ જિલ્લામાં કેટલાંક દિવસો પુર્વે એક હચમચાવી મુકનાર ઘટના સામે આવી હતી જેમાં એકજ પરિવારના ૦૫ સભ્યોની કરપીણ હત્યા કરી યુવતીઓ સાથે બળાત્કાર કર્યાં બાદ તેઓને પણ મોતને ઘાટ ઉતારી દીધાં બાદ પાંચેયના મૃતદેહોને જમીનમાં દાટી દઈ આરોપી ફરાર થઈ ગયાંની ઘટનાથી સમગ્ર મધ્યપ્રદેશ સહિત દેશમાં ચકચાર મચી જવા પામી હતી. આ ઘટનાને દાહોદ જિલ્લા આદિવાસી ટાઈગર સેના દ્વારા ભારે વિરોધ દર્શાવેલ અને ઘટનાને સખ્ત શબ્દોમાં વખોડી દઈ આરોપીને સખ્તમાં સખ્ત તેમજ ફાંસીની સજા કરવામાં આવે તેમજ સીબીઆઈ તપાસ કરી નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તેવી રજુઆત સાથે આજરોજ દેશના રાષ્ટ્રપતિને સંબોધતું એક આવેદનપત્ર દાહોદ જિલ્લા કલેક્ટરને સુપરત કરવામાં આવ્યું હતું.
દાહોદ આદિવાસી ટાઈગર સેના દ્વારા દેશના રાષ્ટ્રપતિને સંબોધતું એક આવેદન પત્ર કલેક્ટરને આપવામા આપવામાં આવ્યું હતું જેમાં જણાવ્યાં અનુસાર, મધ્યપ્રદેશના દેવાસ જિલ્લાના નેમાવર ગામે આદિવાસી પરિવારના ૦૫ સદસ્યોની કરપીણ હત્યાં કરવામાં આવી છે. આ પાંચ પૈકી યુવતીઓ સાથે બળાત્કાર ગુજાર્યાં બાદ પરિવારના પાંચેય સદસ્યોને મોતને ઘાટ ઉતારવામાં આવ્યાં હતાં. મધ્યપ્રદેશની પોલીસ પ્રશાસનની લાપરવાહી તેમજ જે તે સમયે આરોપી સામે ઠોસ પગલાં ન લેવાના કારણે આ ઘટના બની હોવાના પણ આવેદન પત્રમાં આક્ષેપો કરવામાં આવ્યાં છે. આ ઘટનામાં નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તેમજ એક ખાસ સમિતીનું ગઠન કરી આ મામલે તલસ્પર્શી તપાસ કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે. સરકાર દ્વારા આ પરિવારના અન્ય સદસ્યોને સુરક્ષા અને નાણાંકીય મદદ પણ કરવામાં આવે તેવી પણ રજુઆત કરવામાં આવી છે. આ ઘટનાને લઈ દાહોદ જિલ્લાના આદિવાસી પરિવારો સખ્ત શબ્દોમાં વખોડી કાઢી આક્રોશ વ્યક્ત કર્યાે હતો. આરોપીઓને ફાંસીની સજા કરવામાં આવે તેવી પણ રજુઆત કરવામાં આવી છે. સીબીબીઆઈ ટીમને આ કેસ સંબંધિ તપાસ સોંપવામાં આવે તેમજ આ પરિવારને ન્યાય મળે તે માટે આ આવેદનપત્ર આપવામાં આવ્યું છે.
—————————————–