Friday, 29/03/2024
Dark Mode

ફતેપુરા તાલુકાના ઘાણીખુંટમાં લક્ઝરી બસના ચાલકે રોડની સાઈડમાં વાતો કરતા બે રાહદારીને કચડતા એક નું મોત: એક મહિલા ઇજાગ્રસ્ત

July 5, 2021
        1438
ફતેપુરા તાલુકાના ઘાણીખુંટમાં લક્ઝરી બસના ચાલકે રોડની સાઈડમાં વાતો કરતા બે રાહદારીને કચડતા એક નું મોત: એક મહિલા ઇજાગ્રસ્ત

બાબુ સોલંકી :- સુખસર 

ફતેપુરા તાલુકાના ઘાણીખુંટમાં લક્ઝરી બસના ચાલકે રાહદારીને કચડતા મોત.

રસ્તાની સાઈડમાં ઊભા રહી વાતો કરતા મહિલા સહિત પુરુષને અડફેટે લીધા હતા:ઇજાગ્રસ્ત મહિલાને સારવાર અર્થે ખસેડાઇ. 

 ( પ્રતિનિધિ ) સુખસર,તા.૫

     ફતેપુરા તાલુકાના સુખસર પંથકમાં બેફામ બનેલા વાહનચાલકો દિન-પ્રતિદિન નિર્દોષ લોકોને અકસ્માતનો ભોગ બનાવી મોત નીપજાવી રહ્યા છે.એક અકસ્માત બનાવવાની શાહી સુકાતી નથી,ત્યાંજ બીજો અકસ્માતનો બનાવ બની રહ્યો છે.ગત સોમવારના મોટાનટવામાં એક ૪૫ વર્ષીય વ્યક્તિનું મોત નીપજ્યું હતું. જ્યારે આજરોજ ઘાણીખુટ ગામે લક્ઝરી બસના ચાલકે રાહદારીને અડફેટમાં લઇ અકસ્માત સર્જતા પુરુષનુ ઘટનાસ્થળે જ કમાટી ભર્યું મોત નીપજ્યું છે.જ્યારે મહિલાને સારવાર અર્થે ખસેડવામાં આવેલ હોવાનું જાણવા મળે છે.

     જાણવા મળેલી વિગતો મુજબ આજરોજ બપોરના ફતેપુરા તાલુકાના ઘાણીખુટ ગામે એક લક્ઝરી બસના ચાલકે તેના કબજાની ગાડીને પુરપાટ અને ગફલતભરી રીતે હંકારી લાવી સાઈડમાં ઊભા રહેલ એક મહિલા સહિત પુરુષને અડફેટમાં લીધા હતા. તેમાં પૂરપાટ દોડી આવેલી લક્ઝરી બસના પૈડા ઘાણીખુટ ગામના રાહુલભાઈ વાદી ઉપર ફરી વળતા સ્થળ ઉપર જ કમાટી ભર્યું મોત નિપજ્યું હતું.જ્યારે મહિલાને ગંભીર ઈજાઓ પહોંચતા તાત્કાલિક ૧૦૮ દ્વારા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે. અકસ્માત બાદ લક્ઝરી ચાલક પોતાના કબજાના વાહનને સ્થળ પર મૂકી ફરાર થઈ ગયો હતો. પરંતુ લક્ઝરી ચાલક પોલીસના હાથે ઝડપાઈ ગયો હોવાનું પણ જાણવા મળે છે.જ્યારે આસપાસ થી દોડી આવેલા રોષે ભરાયેલા લોકો એ લક્ઝરીની તોડફોડ કરી હતી.સુખસર પોલીસને જાણ થતા લક્ઝરીનો કબજો પોલીસે મેળવી બનાવ સંબંધે આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!