દાહોદની મુલાકાતે આવેલા રેન્જ આઇ.જીની અધ્યક્ષતામાં ગુજરાત સ્થાપના દિનની ઉજવણીના ભાગરૂપે વિવિધ કાર્યક્રમો યોજાશે..
રેન્જ.આઈ.જી ચિરાગ કોરડીયાનાઓએ એ.એસ.પી કચેરીનું ઇન્સ્પેક્શન કર્યું:પોલીસ અધિક્ષકની કચેરીએ જિલ્લા પોલીસવડા તેમજ ડિવિઝનના અધિકારીઓ જોડે બેઠક યોજી
દાહોદ તા.29

૧લી મે ગુજરાત સ્થાપના દિવસ હોવાથી આ દિવસ ગુજરાત ગૌરવ દિવસ તરીકે ઉજવાય છે ત્યારે પોલીસ વિભાગ દ્વારા ગૌરવ દિવસની ઉજવણીના ભાગરૂપે વિવિધ કાર્યક્રમોનું આયોજન કર્યું છે જેના પગલે દાહોદ જિલ્લામાં પણ દાહોદ પોલીસ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં રેન્જ આઇ.જી ચિરાગ કોરડીયા ઉપસ્થિત રહેશે આજરોજ બપોર બાદ દાહોદ ખાતે પધારેલા ચિરાગ કોરડીયાનું પોલીસ ખાતા દ્વારા હર્ષભેર સ્વાગત કરવામાં આવ્યું હતું દાહોદ એસપી ઓફિસ ખાતે પધારેલા રેન્જ આઈ જી ચિરાગ કોરડીયાનું જિલ્લા પોલીસવડા બલરામ મીણા દ્વારા આવકારવામાં આવ્યા હતા તેમજ તેમનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું આ તબક્કે દાહોદ ડિવિઝનના એએસપી જગદીશ બાંગરવા તેમજ નાયબ પોલીસ અધિક્ષક સાજીદ રાઠોડ તેમજ અન્ય પોલીસના ઉચ્ચ અધિકારીઓએ રેન્જ આઈ.જીનું સ્વાગત કર્યું હતું ત્યારબાદ રેન્જ આઇજી દ્વારા દાહોદ ડિવિઝનના એ એસ પી કચેરી ખાતે પહોંચી ઇન્સપેક્ન્શન કરવામાં આવ્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે દાહોદ ખાતે પધારેલા રેન્જ આઇજી ચિરાગ કોરડીયા દ્વારા ડિવિઝનનું ઇન્સ્પેક્શન કર્યું હતું તેમજ પોલીસ અધિક્ષક તેમજ અન્ય પોલીસ અધિકારીઓ સાથે એક બેઠક યોજાઈ હતી ત્યારબાદ સર્કિટ હાઉસ ખાતે જવા રવાના થયા હતા આવતીકાલે દાહોદ પોલીસ દ્વારા ગુજરાત ગૌરવ સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે મેગા બ્લડ ડોનેશન કેમ્પ તેમજ અન્ય કાર્યક્રમો રેન્જ આઇ.જી ચિરાગ કોરડીયાની ઉપસ્થિતિમાં હોવાથી તેઓએ આજે રાત્રિ રોકાણ દાહોદના વિશ્રામ ગૃહ ખાતે કર્યું હતું.
