Monday, 15/12/2025
Dark Mode

ગોદી રોડ વિસ્તારમાં IPL ની ઓનલાઈન ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા દાહોદ બહારના બે ખેલીઓ ઝડપાયા..

April 28, 2023
        548
ગોદી રોડ વિસ્તારમાં IPL ની ઓનલાઈન ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા દાહોદ બહારના બે ખેલીઓ ઝડપાયા..

વસાવે રાજેશ દાહોદ 

ગોદી રોડ વિસ્તારમાં IPL ની ઓનલાઈન ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા દાહોદ બહારના બે ખેલીઓ ઝડપાયા..

દાહોદ તા.28

હાલમાં ચાલી રહેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ ક્રિકેટ મેચ ઉપર દાવ લગાવી હાર જીત ઉપર કેટલાક કિસ્સામાં ચોરી છુપે તેમજ ઓનલાઇન પ્રકારે મોટા પાયે રૂપિયા દાવ પર લગાવી અને IPL મેચ ઉપર સટ્ટાઓ રમતા હોય છે.જે અનુસંધાને એલસીબી સ્ટાફના માણસોની ટીમો IPL ની ચાલુ મેચમાં મોબાઇલ ફોનમાં ઓનલાઈન ક્રિકેટ સટ્ટા જુગાર રમવાની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અંગે એલસીબી પોલીસ વોચ ગોઠવી માહિતી એકત્રિત કરવાની કામગીરીમાં કાર્યરત હતી.તે સમયે તેમને બાતમી મળી હતી કે શ્વેતા સેલની કોર્પોરેશનની ઓફિસમાં MIK ટાવરની બાજુમાં ગોદીરોડ દાહોદ ખાતે બે ઈસમો વિવિધ એક્સચેન્જના આઈડિયો રાખી મોબાઈલ ફોનથી ઓનલાઇન ક્રિકેટ સટ્ટાનો જુગાર રમી રમાડે છે.અને હાલમાં આ પ્રવુતિ ચાલુ છે.જે બાતમી હકીકતના આધારે એલસીબીની ટીમે વ્યુહાત્મક રીતે આયોજનબધ્ધ રીતે વોચ ગોઠવી આઇપીએલની ચાલુ મેચ દરમિયાન મોબાઈલ ફોનથી ઓનલાઇન ક્રિકેટ સટ્ટાનો જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિનો પર્દાફાશ કરી બે ઈસમોને જુગાર રમવાના સાધનો સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી અને બી ડિવિઝન પોલીસ મથક ખાતે જુગારનો ગુનો રજીસ્ટર કરાવવામાં આવ્યો હતો જેમાં ઝડપાયેલો આરોપી ઈલેશ મહેન્દ્રભાઈ પટેલ રહેવાસી જીવનદીપ સોસાયટી, મૂળ રહેવાસી હીરા મોતી સોસાયટી કલોલ હાઈવે રોડ ચાંદખેડા, અમદાવાદ શહેરનો જ્યારે બીજો ઝડપાયેલો આરોપી ભાગ્યેશ મફતભાઈ પટેલ રહેવાસી ગાંધીનગર સેક્ટર 5 જ્યારે પોલીસે તેમની પાસેથી જપ્ત કરેલા oneplus કંપનીનો મોબાઇલ ફોન એક જેની કિંમત 10,000 અને oneplus કંપનીનો બીજો મોબાઈલ જેની કિંમત 10,000 તેમજ રોકડા ₹4,460 મળી કુલ 24,460 ના જુગારના મુદ્દામાલ સાથે બંને આરોપીઓને એલસીબી પોલીસે ઝડપી અને બી ડિવિઝન પોલીસ મથક ખાતે સોંપવામાં આવ્યા હતા જેમાં દાહોદ ટાઉન બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી IPL મેચ પર મોબાઈલ ફોનથી ઓનલાઇન ક્રિકેટનો હારજીતના જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિનો પર્દાફાસ્ટ કરવામાં દાહોદ લોકલ ક્રાઈમ બ્રાન્ચને સફળતા મળી હતી..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!