*ધાનપુર ખાતે પ્રાયોજના વહીવટદારશ્રીની અધ્યક્ષતામાં તાલુકા સ્વાગત કાર્યક્રમ : ૭૦ થી વધુ અરજદારોના પ્રશ્નોનું નિરાકરણ*
૦૦૦
ધાનપુર ખાતે આજે પ્રાયોજના વહીવટદાર શ્રી સ્મિત લોઢાની અધ્યક્ષતામાં તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ૭૦ થી વધુ અરજદારોના પ્રશ્નોનો પ્રાયોજના વહીવટદારશ્રીએ રૂબરૂ સાંભળીને સ્થળ ઉપર જ નિરાકરણ લાવ્યું હતું. અરજદારોના વિવિધ પ્રશ્નોનો સુખદ નિરાકરણ આવતા તેમણે સ્વાગત કાર્યક્રમના આયોજન બદલ સરકારનો આભાર માન્યો હતો.
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઇ મોદીએ આજથી ૨૦ વર્ષ પહેલાં ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શરૂ કરાવેલા સ્વાગત ઓનલાઇન કાર્યક્રમના ૨૦ વર્ષ પૂર્ણ થવાના અવસરે મુખ્ય મંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર દ્વારા સ્વાગત સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત આજે યોજાયેલા તાલુકા સ્વાગત કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સામાન્ય નાગરિકોના પ્રશ્નોનુ નિરાકરણ કરાયું હતું.
૦૦૦