Tuesday, 15/04/2025
Dark Mode

દાહોદમાં અગ્નિશામક દળે 1944માં મુંબઈ ખાતે થયેલા બોમ્બ ધડાકામાં શહીદ થયેલા 66 જેટલા ફાયરના જવાનોને યાદ કરી શ્રદ્ધાંજલિ પાઠવી..

April 14, 2023
        624
દાહોદમાં અગ્નિશામક દળે 1944માં મુંબઈ ખાતે થયેલા બોમ્બ ધડાકામાં શહીદ થયેલા 66 જેટલા ફાયરના જવાનોને યાદ કરી શ્રદ્ધાંજલિ પાઠવી..

વસાવે રાજેશ દાહોદ 

દાહોદમાં અગ્નિશામક દળે 1944માં મુંબઈ ખાતે થયેલા બોમ્બ ધડાકામાં શહીદ થદાહોદમાં અગ્નિશામક દળે 1944માં મુંબઈ ખાતે થયેલા બોમ્બ ધડાકામાં શહીદ થયેલા 66 જેટલા ફાયરના જવાનોને યાદ કરી શ્રદ્ધાંજલિ પાઠવી..યેલા 66 જેટલા ફાયરના જવાનોને યાદ કરી શ્રદ્ધાંજલિ પાઠવી..

14મી એપ્રિલ 1944 ના રોજ બૉમ્બ ધડાકામાં મુંબઈના 66 ફાયરબ્રિગેડના જવાનોની શહીદીને યાદ કરી દાહોદ ફાયરના જવાનોએ બે મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પિત કરી

14મી એપ્રિલ 1944 ના રોજ ઇંગ્લેન્ડથી આવેલા અને મુંબઈના વિક્ટોરિયા ડોક યાર્ડમાં લંગારેલા ફોર્ટ સ્ટાઇકીન માલવાહક જહાજમાં 20 લાખ પાઉન્ડની સોનાની પાટો લડાયક શસ્ત્રો સ્ફોટક પદાર્થો લશ્કરી દારૂ ગોળો વીગેરે મળી 7200 ટન સામાન ઉપરાંત આ જહાજમાં કરાચીથી ૮૭૦૦ રૂપિયાની ગાંસડીઓ ઓઇલ લાકડું સલ્ફર માછલીનું ખાતર અને રોઝીન વગેરે ભરવામાં આવ્યું હતું આ જહાજમાં ધુમ્રપાનમાંથી ઉડેલા તણખામાંથી ભયંકર ધડાકા સાથે આગ લાગી હતી જેમાં મુંબઈ ફાયર બ્રિગેડના 66 જેટલા કર્મચારીઓ શહીદ થયા હતા આ ભયાનક આગમાં કુલ 321 વ્યક્તિઓએ પોતાના જાન ગુમાવ્યા હતા. આ ધડાકાથી માલ વાહક જહાજનું 120 મીટર લાંબા તરતા બોમ્બમાં રૂપાંતરણ થઈ ગયું હતું ત્યારે આ ઘટનાને લઈને મુંબઈની ધરતી પણ ધ્રુજી ઉઠી હતી અને 5000 ટનનું 120 મીટર લાંબુ જયનંદા જહાજ 18 મીટર ઊંચું હવામાં ફંગોળાયું હતું આનાથી નાના મોટા 26 જહાજો ગોદીમાં ડૂબી ગયા હતા એ દિવસથી દર વર્ષે ૧૪મી એપ્રિલે અગ્નિશમન દિવસ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે અને તેને લઈને દાહોદ નગર પાલિકાના ફાયરના જવાનોએ પણ ફાયર સ્ટેશન ખાતે ભેગા થઈ આજરોજ એટલેકે 14 મી એપ્રિલના રોજ અગ્નીશમન દિવસ તરીકે મનાવવામાં આવ્યો હતો જેમાં દાહોદ પાલિકાના ફાયર ઇન્સ્પેક્ટર સહીત તેમની ટીમે ભેગા મળી મુંબઈના શહીદ થયેલા 66 જેટલા ફાયરના જવાનોની શહીદિને યાદ કરી તેમના માટે 2 મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પિત કરવામાં આવી હતી દાહોદમાં અગ્નિશામક દળે 1944માં મુંબઈ ખાતે થયેલા બોમ્બ ધડાકામાં શહીદ થયેલા 66 જેટલા ફાયરના જવાનોને યાદ કરી શ્રદ્ધાંજલિ પાઠવી..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!
22:10