ઈલિયાસ શેખ સંતરામપુર
સંતરામપુર તાલુકામાં પશુઓની સાર સંભાળ માટે પ્રથમ વખત ગૌશાળા શરૂ કરાઈ..
સંતરામપુર તા.09
સંતરામપુર તાલુકાના બારીકોટા હનુમાનજીના મંદિર પાસે ગૌશાળા શરૂ કરવામાં આવી અત્યાર સુધીમા પહેલીવાર 21 સભ્યો ભેગા મળીને પશુઓને સાર સંભાળ રાખી શકાય તે માટે પરસોતમદાસ કનુભાઈ પારગી તેમની પોતાની જમીન ગૌશાળા માટે દાન આપી દીધી પછી સંતરામપુર તાલુકાના બારીકોટા ગામે ગૌશાળા નું શરૂઆત કરવામાં આવી જેમાં અત્યારે પણ છ ગાયોનું ઘાસચારો આપીને સેવા કરવામાં આવે છે 21 સભ્યોનો પોતાના ખર્ચે અને બારીકોટા દાસ હનુમાનજીના મંદિરે આવેલું દાન પેટે તેનો ઉપયોગ કરીને ગૌશાળા સેવ શરૂ કરવામાં આવી હકુર રામદાસજી મહારાજ ના સહયોગથી ગૌશાળા નું નિર્માણ કરવામાં આવ્યું સંતરામપુરમાં રખડતા પશુઓ ગાયો નિરાધાર બનેલા તમામને શ્રી દાસ હનુમાનજી ચેરીટેબલ ટ્રસ્ટ બનાવીને ગૌશાળા શરૂ કરવામાં આવી તમામ સભ્યો ભેગા મળીને આ ગૌશાળા નું કાર્યરત કર્યું હતું અને શરૂઆત કરવામાં આવેલી હતી. ખરેખર સંતરામપુરમાં વર્ષો પછી પહેલીવાર આ ગૌશાળા તૈયાર કરવામાં આવી ગૌશાળામાં થતી ખર્ચની રકમ ટ્રસ્ટના સભ્યો અને હનુમાનજી દાસના મંદિરમાં આવેલી રકમમાંથી તેનો ઉપયોગ કરવામાં આવે છે ઘાસચારો અને પાણી તમામ રખડતા પશુઓ ગાયોને આ ગૌશાળામાં લાવીને તેમની સેવા કરવામાં આવે છે હવે પછી રખડતા પશુઓમાં અને ગાયોને ભુખા ના રે અને કોઈ નુકસાન ના થાય તેની જાળવણી માટે આ ગૌશાળા ના સભ્યો દ્વારા ગૌશાળા તૈયાર કરીને કામગીરી હાથ ધરવામાં આવી હતી.