
અજબ ગજબ કિસ્સો: પ્રસવની પીડા સાથે દવાખાને ગયેલી યુવતિને તબીબે કહ્યુ,પેટમાં બાળક જ નથી
દાહોદની ગાયનેક હોસ્પિટલમાં જવલ્લે જોવા મળતો 36 માસનો મોલર પ્રેગનન્સીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો
દાહોદ તા.05
દાહોદ ની એક ગાયનેક હોસ્પિટલમાં જવલ્લેજ જોવા મળતો 36 માસનો મોરલ પ્રેગનન્સીનો કિસ્સો જોવા મળ્યો હતો. પ્રસુતીની પીડા સાથે આવેલી મહિલાને તબીબની તપાસ બાદ પેટમાં ગર્ભ નહીં પણ પટપોટાનો વિકાસ થયો હોવાનું જણાયુ હતું. આ કેસને સફળતા પૂર્વક કઇ રીતે પાર પાડ્યો હતો તે તબીબ રાહુલ પડવાલે તેમના શબ્દોમાં વર્ણવ્યુ હતું. મધ્ય પ્રદેશ રાજ્યના કદવાલ ગામની 27 વર્ષિય યુવતિને નવમા મહિને ફૂલેલા પેટ અને પ્રસવની પીડા સાથે રાતના આઠ વાગ્યાના અરસામાં મારે ત્યાં લવાઇ હતી. યુવતી લોહી અને પાણી પણ જઇ રહ્યુ હોવાનું જણાવી રહી હતી.
યુવતિની માતા કૂતૂહલવશ કેટલી વારમાં બાળક થઇ જશે ? તેમ પુછી રહી હતી. મેં તાત્કાલિક સોનોગ્રાફી કરતાં અજુગતુ લાગ્યુ હતું. પેટમાં બાળક છે જ નહીં, તેવું જણાવતાં બંને આશ્ચર્ય સાથે ચિંતામાં પડી ગયા હતાં. યુવતિના પતિ ત્રીજે મહિને અમારે ત્યાં ચેક કરાવ્યુ હતુ. ત્યારે બાળક હોવાનો રિપોર્ટ આવ્યો હતો.સાથે આવેલા સબંધીઓને આશ્ચર્ય પમાડે તેવી સ્થિતિ ઉદભવી હતી અને તેમને ભરોસો ન પડતાં યુવતિને MRI માટે મોકલી હતી. રેડિયોલોજીસ્ટ ડો.શિવાનીને પણ આશ્ચર્ય થયુ હતુ. પ્રેગનન્સી રિપોર્ટ નેગેટિવ આવતાં રાત્રે 11.30 વાગ્યે મને ફોન કર્યો હતો. મે લીટરેચર રિવ્યુ બાદ આ મોલર પ્રેગનેન્સી સાથે હુક ઇફેક્ટ હોવાનું જણાયુ હતું.જે જવ્વલે જોવા મળતી ઘટના હતી. આમ તો દર હજાર યુવતિએ એક યુવતિને મોલર પ્રેગનેન્સી થઇ શકે છે. પરંતુ 36 માસે મોલર પ્રેગનેન્સીનો આ પ્રથમ કિસ્સો હતો. એનેસ્થેટીક ડો.વ્રજેશ શાહની મદદથી યુવતિને બેભાન કરીને નોર્મલ પ્રસુતિ કરાવતા હોય તે પ્રમાણે પ્રસુતિ કરાવી હતી. આવા કિસ્સામાં યુવતિ ગર્ભવતિ તો થાય છે. પરંતુ ભ્રૂણનો વિકાસ થતો નથી. તે નાના પરપોટાની જેમ વિકસે છે.ગ્રામ્યની યુવતીને અગાઉ બે બાળક છે. જેથી ત્રીજીવખત પણ ગર્ભાવસ્થા દરમિયાન જણાતા લક્ષણો,ઉલટી અને પેટ ફુલવાની પ્રક્રિયા સિવાયની બીજી કોઇતકલીફ હતી નહીં. માટે તેણે સોનોગ્રાફી કરાવી ન હતીઅને ત્રીજુ પારણુ બંધાવાની આશામાં નવમા મહિને36 સપ્તાહનું ગ્રેવીડ યુટ્રસ અને મોલર પ્રેગેન્સસી મારા આઠ વર્ષના ગાયનેક કેરીયરમાં પ્રથમ ઘટના છે. સગર્ભા બહેનોએ ડેટીંગ સોનોગ્રાફી કરાવવી જોઇએ.
તંદુરસ્ત સુક્રાણુ ખાલી અંડકોષમાં જોડાતા પરીસ્થિતિ સર્જાય
સામાન્ય રીતે કોઈ પણ તંદુરસ્ત ભ્રૂણના વિકાસ માટે શુક્રાણુ એક અંડકોષ (સ્ત્રીબીજ) સાથે મળે છે. તેવી જ રીતે પિતામાંથી મળેલાં રંગસૂત્રોની એક જોડી (ક્રોમોઝોમ) અને માતાનાં રંગસૂત્રોની એક જોડી ભ્રૂણમાં ઊતરે છે. પરંતુ આ કિસ્સામાં તંદુરસ્ત શુક્રાણુના કોષ એક ખાલી અંડકોષમાં જોડાય છે જેની અંદર કોઈ રંગસૂત્રો હોતા નથી. તેનાથી તેનાં રંગસૂત્રો બેવડાય છે અથવા શુક્રાણુના બે કોષ ખાલી અંડકોષ સાથે મિલન કરે છે. આવા કિસ્સામાં ભ્રૂણમાં માત્ર નર રંગસૂત્રો હોય છે પરંતુ માતાને લગતા કોઈ રંગસૂત્રો હોતા નથી. તેને’ મોલર પ્રેગનન્સી’ કહેવાય છે. ‘