
યાસીન ભાભોર :- ફતેપુરા
*ફતેપુરા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે વાસિયા કુઈ ગામના શાંતિલાલ ભભોર ની નિમણૂક કરાઇ*
ફતેપુરા તા.
આજે તારીખ 5 એપ્રિલ 2023 ના રોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ દ્વારા ફતેપુરા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે ફતેપુરા તાલુકાના વાસીયા કુઈ ગામના શાંતિલાલ ભાભોર ની નિમણૂક કરવામાં આવી છે.
દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિના તેમજ ફતેપુરા તાલુકા કોંગ્રેસ સમિતિના અને અન્ય કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો દ્વારા આજે તેઓને ફતેપુરા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકેનો નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યો હતો.
ફતેપુરા તાલુકાના વાસીયા કુઈ ગામના શાંતિલાલ ભાભોરને ફતેપુરા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ બનાવતા તેમના સમર્થકો અને ફતેપુરા તાલુકા કોંગ્રેસ સમિતિ ના હોદ્દેદારો અને કાર્યકરોમાં ખુશીની લાગણી ફેલાઈ જવા પામી છે