Wednesday, 04/12/2024
Dark Mode

સિંગવડ તાલુકાના મંડેર મુકામે આમ આદમી પાર્ટીની સંગઠનની બેઠક યોજાઈ               

April 5, 2023
        1263
સિંગવડ તાલુકાના મંડેર મુકામે આમ આદમી પાર્ટીની સંગઠનની બેઠક યોજાઈ               

કલ્પેશ શાહ :- સિંગવડ                           

સિંગવડ તાલુકાના મંડેર મુકામે આમ આદમી પાર્ટીની સંગઠનની બેઠક યોજાઈ              સિંગવડ તાલુકાના મંડેર મુકામે આમ આદમી પાર્ટીની સંગઠનની બેઠક યોજાઈ                                 

દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના મંડેર મુકામે નરેશભાઈ પુનાભાઈ બારીયાની અધ્યક્ષતામાં આમ આદમી પાર્ટી લીમખેડા સિગવડ તથા સંજેલી તાલુકાની સંગઠનની બેઠક યોજાઈ જેમાં લીમખેડા સિંગવડ અને સંજેલી તાલુકાના પ્રમુખોની વર્ણી કરવામાં આવી આ કાર્યક્રમમાં દાહોદ જિલ્લાના આમ આદમી પાર્ટીના પ્રમુખ ગોવિંદભાઈ પરમાર ભાનુભાઈ હાર્દિકભાઈ તથા પુનાભાઈ બારીયા વગેરે હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા આવેલા સૌ કાર્યકરોને સંગઠન મજબૂત બનાવવા હાકલ કરી આગામી લોકસભામાં આમ આદમી પાર્ટી જીતશે તેઓ દાવો કરવામાં આવ્યો હતો જ્યારે આ કાર્યક્રમમાં હોદ્દેદારોની વર્ણી કરવામાં આવી હતી જેમાં સિંગવડ તાલુકા આમ આદમી પાર્ટીના પ્રમુખ તરીકે ડામોર પ્રવીણભાઈ રામસિંગભાઈ ઇન્ચાર્જ પ્રમુખ પરમાર લાલાભાઇ છગનભાઈ જિલ્લા ઉપપ્રમુખ રાજુભાઈ કટારાની વર્ણી કરવામાં આવી હતી ત્યારે સંજેલી તાલુકામાં પ્રમુખ તરીકે ચારેલ અલ્પેશભાઈ રામાભાઇ ઇન્ચાર્જ પ્રમુખ રાઠોડ જયેશભાઈ મકાભાઈ મહિલા પ્રમુખ બારીયા કપિલાબેન અનોપસિંહ ઓબીસી પ્રમુખ કલાલ કિરીટભાઈ ઈશ્વરભાઈ બામણીયા દિનેશભાઈ કાળુભાઈ જિલ્લા ઉપપ્રમુખ ચારેલ મોહનભાઈ લાલસિંહભાઈ જિલ્લા મંત્રી બારીયા કિરણભાઈ નાથાભાઈ ની નિમણૂક કરવામાં આવી હતી જ્યારે લીમખેડા તાલુકામાં પ્રમુખ તરીકે સચીનભાઈ પર્વતભાઈ રાવત ઇન્ચાર્જ પ્રમુખ પ્રહલાદભાઈ છત્રસિંહ પરમાર ઉપપ્રમુખ મનહરસિંહ અમરસિંહ યુવા પ્રમુખ વનરાજ સનુ પરમાર કિસાન મોરચા પ્રમુખ માવી કાળુભાઈ દલાભાઈ જિલ્લા મંત્રી રાકેશભાઈ બાદલભાઈ જિલ્લા મંત્રી માવી ભરતભાઈ ગલાભાઈ જિલ્લા પંચાયત મંત્રી મનુભાઈ વેચાતભાઈ રઈ તાલુકા પ્રમુખ જેઠાભાઈ મયુરભાઈ ગદોળ ઉપપ્રમુખ કાંગાભાઈ ભેમાભાઈ ભુવાલિયા વગેરેને સંગઠનની કામગીરીને મજબૂત બનાવવા માટે પાર્ટી દ્વારા જવાબદારી સોંપવામાં આવી અને ભ્રષ્ટાચાર તેમજ મોંઘવારી સામે લડવા માટેની હાકલ કરવા જણાવવામાં આવ્યું હતું ત્યાર પછી મિટિંગનું વિસર્જન કરવામાં આવ્યું હતું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!