
યાસીન ભાભોર ફતેપુરા
સલરા ગામે આગથી બળી ગયેલા મકાનના માલિકને ધારાસભ્યના હસ્તે સહાયનો ચેક અર્પણ કરાયો*
ફતેપુરા તાલુકાના સલરા ગામે સુરેશભાઈ ધુળાભાઈ પારગીના મકાનમાં અચાનક કોઈ અગમ્ય કારણોસર આગ લાગવા પામી હતી.આ આગમાં ઘરવખરીનો સામાન તેમજ અનાજ તેમજ રોકડ રકમ બળી જવા પામી હતી.
આ આગમાં સંપૂર્ણ મકાન બળીને ભસ્મીભૂત થઈ જવા પામ્યું હતું.
મકાનમા લાગેલી આગના કારણે મકાનમાલિકને લગભગ દોઢ લાખ રૂપિયા જેટલું નુકસાન પહોંચ્યું હતું
ફતેપુરા તાલુકા વિકાસ અધિકારી ટીમ ઘટના સ્થળે પહોંચી હતી તેમજ ફતેપુરા તાલુકા વિકાસ અધિકારી અને તેમની ટીમ દ્વારા તાત્કાલિક ઘટના સ્થળનો પંચ કેસ કરીને રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો અને આ મકાન માલિકને જરૂરી સરકારી સહાય માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.અને આ મકાન માલિકને રૂપિયા 95 હજારની સહાય મંજૂર કરવામાં આવી હતી.
જેના પગલે ફતેપુરા વિધાનસભાના ધારાસભ્ય રમેશ કટારા અને ફતેપુરા તાલુકા વિકાસ અધિકારી કે.એ.વસાવાએ સલરા ગામે પહોંચીને આ મકાન માલિકને રૂબરૂ મળીને તેને આ સહાયનો ચેક અર્પણ કર્યો.