*ટ્રેનિંગ પૂરી કરી ફરજના સ્થળે પરત ફરતા ભારતીય સૈનિકોનું ખેરગામમાં નિવૃત સૈનિક અને આદિવાસી સમાજ પ્રમુખ દ્વારા લાગણીશીલ સ્વાગત*
ખેરગામના સેવાકીય પ્રવૃતિઓ સાથે સંકળાયેલ સમાજસેવક અને 17 વર્ષ સ
રહદો પર દેશની સેવા કર્યા બાદ નિવૃત આર્મીમેન મુકેશભાઈ પોતાના પારિવારિક કામસર વલસાડ તરફ જઇ રહ્યા હતાં તે દરમ્યાન આર્મીના જવાનો અન્ય રાજ્યમાંથી ટ્રેનિંગ પૂરી કરી પોતાની હાલની ફરજના સ્થળે આર્મીના વાહનોમાં પસાર થઇ રહ્યા હતાં તે જોઈને નિવૃત ફૌજી મુકેશભાઈ પોતાના સાથીમિત્રો આર્મીમેનોને જોઈને ભાવુક થયા હતાં અને એમણે તાત્કાલિક સમસ્ત આદિવાસી સમાજ, નવસારી જિલ્લા પ્રમુખ ડો.નિરવ ભુલાભાઇ પટેલને બોલાવી સૈનિકોને ખેરગામની જાણીતી રેસ્ટોરન્ટમા જમાડીને ફૂલોથી સ્વાગત કરીને લાગણીશીલ વિદાય આપી હતી.આ પ્રસંગે મનીષ ઢોડિયા,મયુર ચૌધરી,દલપત પટેલ,મિન્ટેશ પટેલ,કીર્તિ પટેલ,કાર્તિક પટેલ સહિત વિવિધ સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં.