દે.બારીયાના તોયણી ગામે રહેણાંક મકાનમાંથી રૂા.૨૯,૯૪૯/- ના વિદેશી દારૂ સાથે આરોપીને ઝડપી પાડયો._*
દાહોદ :- દેવગઢ બારીયા તાલુકાના પીપલોદ પોલીસે તોયણી ગામેથી દારૂ ઝડપી પાડયો જે દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક બલરામ મીણા નાઓએ અસામાજીક પ્રવૃતિઓ ઉપર અંકુશ લાવી સદંતર નેસ્તનાબુદ કરવા તેમજ લીસ્ટેડ પ્રોહી બુટલેગરો ઉપર તેમજ પ્રોહી,જુગારની પ્રવૃતિ સાથે અગાઉ સંડોવાયેલ ઇસમો તેમજ ગેરકાયદેસર દારૂની હેરાફેરી પરીવહન કરતા ઇસમોના આશ્રય સ્થાનો ઉપર પરીણામલક્ષી કામગીરી કરવા સારૂ તેમજ આગામી રામનવમી , મહાવિર જ્યંતી વિગેરે તહેવારોને ધ્યાને લઇ સ્પેશીયલ પ્રોહી ડ્રાઇવ રાખી ડ્રાઇવ દરમ્યાન અસરકારક કામગીરી કરવા સુચના આપેલ હોય. જે સુચના અનુસંધાને લીમખેડા નાયબ પોલીસ અધિક્ષક ડી.આર.પટેલ નાઓ તેમજ દેવગઢ બારીયા સર્કલ પો.ઇન્સ. એ.એન. ગઢવી નાઓએ પણ પરીણામલક્ષી કામગીરી કરવા જરૂરી માર્ગદર્શન આપેલ હોય જે આધારે પીપલોદ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેકટર જી.બી. પરમાર નાઓએ પોલીસ સ્ટાફ સાથે સરકારી વાહનમાં કોમ્બીંગ નાઇટ રાઉન્ડમાં હોય તે દરમ્યાન પોલીસ સબ ઇન્સ્પેકટર જી.બી.પરમાર નાઓને પ્રોહીબિશન અંગેની બાતમી મળેલ કે , તોયણી ગામનો રાજેશભાઇ ભીંમસીંગભાઇ પટેલના ઘરે ભારતીય બનાવટનો વિદેશી દારૂ મુકી સંતાડી રાખેલ છે જે બાતમી આધારે પીપલોદ પોલીસ સ્ટાફ સાથે તોયણી ગામે રાજેશભાઇ ભીંમસીંગભાઇ પટેલના ઘરે તપાસ કરતા રાજેશભાઇ ભીંમસીંગભાઇ પટેલનો ઘરે હાજર મળી આવતા તેને સાથે રાખી તપાસ કરતાં રહેણાંક ઘરની અંદર સંતાડી રાખેલ ભારતીય બનાવટનો વિદેશી દારૂની પેટીઓ મળી આવતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી અને ઝડપાયેલ આરોપી વિરુદ્ધ પીપલોદ પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો રજીસ્ટર કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે . આરોપી ( ૧ ) રાજેશભાઇ ભીંમસીંગભાઇ પટેલ રહે.તોયણી પટેલ ફળીયા તા.દેવ. બારીયા કબજે કરેલ મુદ્દામાલ ભારતીય બનાવટના વિદેશી દારૂની લંડન પ્રાઇડ પ્રિમીયમ વ્હીસ્કી ૧૮૦ મી.લીની બોટલો નંગ ૨૦૧ જેની કિ.રૂ. ૨૯,૯૪૯/- નો દારૂ પીપલોદ પોલીસ એ શોધી કાઢ્યો હતો.