
યાસીન ભાભોર :- ફતેપુરા
ગુજરાતની મહિલા રાજસ્થાનની સરહદમાં બની દુષ્કર્મનો ભોગ..
ગુજરાત અને રાજસ્થાન પોલીસમાં FIR ના નોંધાતા દુષ્કર્મનો ભોગ બનનાર મહિલા તેના સમાજના આગેવાનોને સાથે રાખી ફતેપુરા પોલીસ મથકે આવીને FIR નોંધવા રજૂઆત કરવા આવી
ફતેપુરા તા.10
ગુજરાત રાજ્યની એક ગામની 25 વર્ષીય પરિણીતાના લગ્નના સાડા ત્રણ વર્ષના સમયગાળો વિતવા છતાં સંતાન સુખ પ્રાપ્ત ન થતા પૂજાવિધિ કરવાથી સંતાન સુખ પ્રાપ્ત થશે તેવી આશા અને લાલચ આપીને પૂજાવિધિ કરવાના બહાને રાજસ્થાનની સરહદમાં લાવી દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું.
આ બાબતે દુષ્કર્મનો ભોગ બનનાર પરિણીત મહિલાએ ગુજરાત પોલીસમાં રજૂઆત કરતા ગુજરાત પોલીસે રાજસ્થાન પોલીસમાં રજૂઆત કરવા જણાવ્યું હતું અને રાજસ્થાન પોલીસમાં રજૂઆત કરવા જતાં રાજસ્થાન પોલીસે ગુજરાત પોલીસમાં રજૂઆત કરવા જણાવ્યું હતું.
ગુજરાત અને રાજસ્થાન પોલીસના વિવિધ પોલીસ મથકોના ધક્કા ખાવા છતાં એફઆઇઆર ના નોંધાતા આખરે આ પરિણીત મહિલા તેના સમાજના આગેવાનોને સાથે લઈને ફતેપુરા પલીસ મથકે આવી છે અને FIR નોંધવા માટે રજૂઆત કરી હતી.અને તેના સમાજના આગેવાનોએ પણ આ મહિલાની એફઆઈઆર નોંધવા માટે ફતેપુરા પોલીસને રજૂઆત કરી હતી.
હાલ અત્યાર સુધી તો આ મહિલાની એફઆઇઆર નોંધાઇ નથી ત્યારે હવે જોવાનું એ રહ્યું કે આ મહિલાની એફઆઇઆર ક્યારે અને કયા પોલીસ મથકે નોંધાશે અને આ મહિલાને ક્યારે ન્યાય મળશે?