
રોશન સફર વકફ ટ્રસ્ટ દાહોદ દ્વારા 9 માં સમૂહ લગ્ન મહોત્સવ યોજાયો..
11 દુલ્હા દુલહનોએ નિકાહ કબૂલ કરી લગ્નના પરિણય સૂત્રમાં બંધાયા.
દાહોદ તા.12
રોશન સફર વકફ ટ્રસ્ટ દ્વારા 9મો સમૂહ લગ્ન નું આયોજન મેમુન નગર ખાતે કરવામાં આવ્યું જેમાં કુલ 11જોડાઓના સમૂહ નિકહા કરવામાં આવ્યા હતા જેમાં દાહોદ ભાભરા જબુઆ હાલોલ બદનગર વગેરે જગ્યાથી જોડાઓએ સમૂહ નિકાહ નો લાભ લીધો હતો આ સમૂહ લગ્નમાં બરેલી થી નવસા એ હુઝુર મુફ્તી એ આઝમ હિન્દ ખાલિક એ હુઝૂર તાજુશશરિયા હઝરત અલ્લામા મુફતી મુહમ્મદ નાવેદ રઝા સાહબ રઝવી તથા દાહોદ શહેર કાઝી સેયાદ મુહમ્મદ નઝીરમિયા હાશમી આસ્તનાએ આલિયા દાહોદ તેમજ મસ્જિદો ના ખતિબો ઈમામ ઉપસ્થિત રહ્યાં હતાં આ પ્રસંગે દાહોદ સર્વધર્મ કર્મ સમાદર સમિતિના સભ્યો હાજર રહી નવ દંપતિઓ ને આશીર્વાદ આપ્યાં હતાં સમુહ લગ્ન નું આયોજન રોશન સફર વકફ ટ્રસ્ટ ના પ્રમુખ હાજી એઝાઝખાં પઠાણ તથા સભ્યો દ્વારા કરવામાં આવ્યું હતું