Monday, 14/07/2025
Dark Mode

બુટલેગરો બેફામ….દેવગઢ બારીયાના પાંચિયા સાળના જંગલ વિસ્તારમાં વિદેશી દારૂ ભરેલી ગાડી છોડાવવાના આતંકમાં કુખ્યાત બુટલેગર ભિખા રાઠવાએ વિજિલન્સની ટીમ પર સાત ખાનગી રાઉન્ડ ફાયર કરતાં પોલીસ તંત્ર સ્તબ્ધ.! 

January 11, 2023
        895
બુટલેગરો બેફામ….દેવગઢ બારીયાના પાંચિયા સાળના જંગલ વિસ્તારમાં વિદેશી દારૂ ભરેલી ગાડી છોડાવવાના આતંકમાં કુખ્યાત બુટલેગર ભિખા રાઠવાએ વિજિલન્સની ટીમ પર સાત ખાનગી રાઉન્ડ ફાયર કરતાં પોલીસ તંત્ર સ્તબ્ધ.! 

બુટલેગરો બેફામ….દેવગઢ બારીયાના પાંચીયાસાળ ગામે દારૂ ભરેલી ગાડીઓ કઢાવવા વિજિલન્સની ટીમ પર બુટલેગરોએ સાત રાઉન્ડ ફાયર કરતાં પોલીસ તંત્રમાં સ્તબદતા 

બુટલેગર દ્વારા પૂર્વ આયોજિત હુમલામાં સામસામે 11 રાઉન્ડ ફાયરિંગ:બુટલેગર દ્વારા સાત રાઉન્ડ ફાયર તેમજ વિજિલન્સે સ્વ બચાવમાં ચાર રાઉન્ડ ફાયર કર્યા.

પોલીસે 23 લોકો સામે ગુનો નોંધ્યો: રાજયના ગૃહ રાજ્ય મંત્રીએ પોલીસ તપાસના આદેશો કર્યા

દાહોદ તા.૧૧

બુટલેગરો બેફામ....દેવગઢ બારીયાના પાંચિયા સાળના જંગલ વિસ્તારમાં વિદેશી દારૂ ભરેલી ગાડી છોડાવવાના આતંકમાં કુખ્યાત બુટલેગર ભિખા રાઠવાએ વિજિલન્સની ટીમ પર સાત ખાનગી રાઉન્ડ ફાયર કરતાં પોલીસ તંત્ર સ્તબ્ધ.! દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના પાંચીયાસાળ ગામનો ગતરોજ રાત્રીના સાડા દશેક વાગ્યાના આસપાસનો ચકચારી બનાવ સામે આવ્યો છે જેમાં સ્ટેટ વીજીલન્સીની ગાંધીનગરની ટીમને મળેલ બાતમીના આધારે પાંચીયાસળ ગામે નાકાબંધી દરમ્યાન બાતમીમાં દર્શાવેલ બે ફોર વ્હીલર ગાડીઓને રોકવાનો પ્રયાસ કરતાં અને આ ફોર વ્હીલર ગાડીઓમાં વિદેશી દારૂનો જથ્થો હોવાથી પોલીસે ગાડીઓને રોકવાનો પ્રયાસ કરતાં ગાડીમાં સવાર માથાભારે બુટલેગરોએ સ્ટેટ વીજીલન્સની ટીમ ઉપર ફાયરીંગ કરતાં સામા પક્ષેથી સ્ટેટ વીજીલન્સની ટીમે પોતાના સ્વબચાવમાં પણ ફાયરીંગ કર્યું હતું ત્યારે બુટલેગરોએ ૦૭ રાઉન્ડ ફાયરીંગ કર્યું હતું ત્યારે પોલીસે સ્વબચાવમાં ૦૪ રાઉન્ડ ફાયરીંગ કર્યું હતું. પોલીસ અને બુટલેગરોની સામસામેના આ ઘર્ષણમાં બુટલેગરોના અન્ય ૨૩ જેટલા સાગરીતોના ટોળાએ પોતાની સાથે બંદુકો તેમજ મારક હથિયારો સાથે ટોળુ ઘસી આવી સ્ટેટ વીજીલન્સની ટીમ ઉપર જીવલેણ હુમલો કરી મારી નાંખવાનો પ્રયાસ કર્યાે હતો અને સ્ટેટ વીજીલન્સની ટીમની ગાડીઓને ટક્કર મારી તેમજ મારી નાંખવાની કોશિષ સાથે બુટલેગરો તેઓના વાહનો લઈ ફરાર થઈ ગયાં હતાં ત્યારે મધ્યરાત્રીના સર્ચ ઓપરેશનમાં પોલીસે કુલ ત્રણ ફોર વ્હીલર ગાડીઓ અને એક મોટરસાઈકલ કબજે કરી હતી. ઘટનાને પગલે જિલ્લામાં ખળભળાટ સાથે ચકચાર મચી જવા પામ્યો હતો. ઘટનાને પગલે સ્થાનીક પોલીસથી લઈ જિલ્લાની તમામ પોલીસ પાંચીયાસાળ ગામે દોડી ગઈ હતી.

બુટલેગરો બેફામ....દેવગઢ બારીયાના પાંચિયા સાળના જંગલ વિસ્તારમાં વિદેશી દારૂ ભરેલી ગાડી છોડાવવાના આતંકમાં કુખ્યાત બુટલેગર ભિખા રાઠવાએ વિજિલન્સની ટીમ પર સાત ખાનગી રાઉન્ડ ફાયર કરતાં પોલીસ તંત્ર સ્તબ્ધ.! 

 

ગતરોજ રાત્રીના સાડા દશેક વાગ્યાના આસપાસ સ્ટેટ વીજીલન્સ, ગાંધીનગરની ટીમને મળેલ બાતમીના આધારે દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના પાંચીયાસાળ ગામે નાકાબંધી કરી આવતાં જતાં તમામ નાના મોટા વાહનોની તલાસી હાથ ધરતાં હતાં તે સમયે ત્યાંથી બાતમીમાં દર્શાવેલ બે ફોર વ્હીલર ગાડીઓ પસાર થતાં પોલીસ સાબદી બની હતી ત્યારે બંન્ને ગાડીઓ નજીક આવતાંની સાથે પોલીસે બંન્ને ગાડીઓને ઉભી રાખી ગાડીમાં સવાર ચાલકોની પુછપરછ કરતા હતાં અને તેવામાં પોલીસની નજર ગાડીમાં પડતાં ગાડીમાં વિદેશી દારૂ તથા બીયરનો જથ્થો જાેવા મળતાં પોલીસે ગાડીમાંથી ચાલકોને બહાર નીકળવાનું કહેતાં ગાડીમાં સવાર ચાલક ભીખાભાઈ ભલજીભાઈ રાઠવા (રહે. મીઠીબોર, જિ. છોટાઉદેપુર) દ્વારા પોતાની પાસે રહેલ બાર બોરની બંદુકમાંથી સ્ટેટ વીજીલન્સની ટીમ ઉપર અચાનક ફાયરીંગ કર્યું હતું અને અચાનક પાછળથી અન્ય પાંચથી છ ફોર વ્હીલરો આવી પહોંચી હતી અને તેમાં ૨૪ જેટલા ઈસમોના ટોળા જેઓની પાસે મારક હથિયારો જેવા કે, બંદુક, ધારીયા, તલવાર, લોખંડની પાઈપો, લાકડીઓ વિગેરે સાથે ટોળુ સ્ટેટ વીજીલન્સની ટીમ તરફ ઘસી આવ્યું હતું અને અચાનક સ્ટેટ વીજીલન્સની ટીમ ઉપર જીવલેણ, મારી નાંખવાને ઈરાદે હુમલો કરતાં સ્ટેટ વીજીલન્સની ટીમ પોતાના સ્વ બચાવમાં પોતાની પાસે રહેલ સર્વિલ રિવોલ્વરમાંથી પણ ફાયરીંગ કર્યુ હતું ત્યારે પોલીસની પ્રતિક્રિયા જાેઈ ભીખાભાઈએ પોતાની પાસે રહેલ બાર બોરની બંદુકમાંથી ફરીવાર પોલીસ પર ફાયરીંગ કર્યું હતું. ભીખાભાઈએ પોલીસ પર ૦૭ રાઉન્ડ ફાયરીંગ કર્યું હતું અને પોલીસે સ્વ બચાવમાં ૦૪ કાઉન્ડ ફાયરીંગ કર્યું હતું ત્યારે ઉપરોક્ત ઈસમોના ટોળાએ ભાગતા ભાગતા પોતાની ફોર વ્હીલર ગાડીઓથી સ્ટેટ વીજીલન્સની ટીમની ગાડીઓને ટક્કર મારી પોલીસને મારી નાંખવાને ઈરાદે હુમલો કરી ભાગી છુટ્યાં હતાં. પોલીસે તાત્કાલિક ધોરણે સ્થાનીક પોલીસથી લઈ જિલ્લા પોલીસને સંપર્ક કરતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. મધ્યરાત્રીના સર્ચ ઓપરેશનમાં પોલીસે ત્રણ ફોર વ્હીલર ગાડીઓ તેમજ એક મોટરસાઈકલ કબજે કરી હતી. 

સમગ્ર મામલે સ્ટેટ વીજીલન્સ ટીમના પોલીસ ઈસ્પેક્ટર આર.એસ.પટેલ દ્વારા સ્થાનીક પોલીસ મથકે ૨૩ ઈસમો વિરૂધ્ધ ફરિયાદ નોંધાંવી હતી. ઘટનાને પગલે જિલ્લા પોલીસ બેડામાં ખળભળાટ સાથે ચકચાર મચી જવા પામ્યો હતો ત્યારે આ ઘટનાને પગલે સ્થાનીક પોલીસ સહિત જિલ્લાની પોલીસ પર પણ અનેક સવાલો ઉઠવા પામ્યાં છે. સ્ટેટ વીજીલન્સ ગાંધીનગરની ટીમ ઉપર બુટલેગરો દ્વારા હુમલાને પગલે આવનાર દિવસોમાં સ્ટેટ વીજીલન્સ ગાંધીનગરની ટીમ દ્વારા દાહોદ જિલ્લામાં બુટલેગરો પર લગામ કસી કડક કાર્યવાહી કરશે તેમ કહીએ તો તેમાં કોઈ અતિશ્યોક્તિ નહીં ગણાય.

દેવગઢ બારીઆ સબ જેલમાંથી ૧૩ કેદીઓ સાથે બુટલેગર ભીખા રાઠવા પણ ફરાર થઈ હતો !!

ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલ ની ટીમ ઉપર ધડાધડ ફાયરિંગ કરીને જીવલેણ હુમલો કરનાર આ કુખ્યાત બુટલેગર ભીખા રાઠવા કોરોના કાળના એ દિવસો દરમિયાન દેવગઢ બારીઆ સબ જેલમાંથી ૧૩ ગંભીર ગુનાઓના કેદીઓ સાથે ભાગી જતા ભારે ચકચાર પ્રસરી જવા પામી હતી. જાે કે દે.બારિયા સબ જેલમાંથી કેદીઓને ભગાડવાનો માસ્ટરમાઈન્ડ આ બુટલેગર ભીખા રાઠવા ને પંચમહાલની હદ માંથી ગોધરા એલ.સી.બી શાખા એ ઝડપી પાડીને દાહોદ જિલ્લા પોલીસ તંત્રના હવાલે કર્યો હતો જાે કે અંદાજે દોઢ વર્ષ પૂર્વે દે.બારિયા સબ જેલમાંથી બુટલેગર ભીખા રાઠવા સમેત ૧૩ જેટલા કાચા કામના કેદીઓને ભગાડવાના આ ચોકાવનારા રહસ્યની માત્ર વાર્તાઓ જ બહાર આવી છે પરંતુ આ ચોકાવનારૂ સત્ય અને સૂત્રધાર ચહેરાઓ ના સત્ય બહાર આવ્યા નથી જ ની પુનઃ ચર્ચાઓ આ પ્રકરણના સમાંતરે શરૂ થવા પામી છે !

 પોલીસ દ્વારા જપ્ત કરેલી ગાડીમાંથી ભાજપના ખેસ મળ્યા

બુટલેગરો બેફામ....દેવગઢ બારીયાના પાંચિયા સાળના જંગલ વિસ્તારમાં વિદેશી દારૂ ભરેલી ગાડી છોડાવવાના આતંકમાં કુખ્યાત બુટલેગર ભિખા રાઠવાએ વિજિલન્સની ટીમ પર સાત ખાનગી રાઉન્ડ ફાયર કરતાં પોલીસ તંત્ર સ્તબ્ધ.! પોલીસ પર આ હુમલાની ઘટનામાં હત્યાનો પ્રયાસ, આર્મ્સ એક્ટ,સરકારી કામમાં રુકાવટ અને પરોહીબીશનની કલમ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. આ હુમલાના પોલીસ વાહનને નુકસાન પહોંચ્યુ છે તેમજ ૨૦થી વધુ લોકોએ હુમલો કર્યો હોવાનુ પોલીસ જણાવી રહી છે ત્યારે પોલીસે બુટલેગરોની જે ગાડી જપ્ત કરી છે તેમા ભાજપના ખેસ લગાડેલા મળી આવ્યા છે. ત્યારે પોલીસ પર ધોંસ જમાવવા ભાજપના ખેસ લગાવવામા આવ્યા છે કે, કોઈ અન્ય કારણ છે તે વિશે વિવિધ પ્રકારની ચર્ચાઓ થઇ રહી છે.

પૂર્વ આયોજિત કાવતરાના ભાગરૂપે SMC પર હુમલો કરીને બૂટલેગરો ફરાર થઈ જવામાં સફળ રહ્યો.

બુટલેગરો બેફામ....દેવગઢ બારીયાના પાંચિયા સાળના જંગલ વિસ્તારમાં વિદેશી દારૂ ભરેલી ગાડી છોડાવવાના આતંકમાં કુખ્યાત બુટલેગર ભિખા રાઠવાએ વિજિલન્સની ટીમ પર સાત ખાનગી રાઉન્ડ ફાયર કરતાં પોલીસ તંત્ર સ્તબ્ધ.! 

આ દરમિયાન બૂટલેગર ભીખા રાઠવા ફોર-વ્હીલર લઈને આવતાં પોલીસે તેને રોકવા પ્રયત્ન કર્યો હતો, પરંતુ તેણે ગાડી રોકવાને બદલે પોલીસ તરફ ગાડી કરી ફાયરિંગ કર્યું હતું. તેણે આડેધડ સાત-આઠ રાઉન્ડ ગોળીબાર કર્યો હોવાની પ્રાથમિક તબક્કે માહિતી મળી છે. ત્યારે પોલીસે પણ તેની સામે ચાર રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ ઘટનામા કોઈને ઈજા થવાના અહેવાલ હાલ નથી, પરંતુ વાહનોને નુકસાન થયું હોવાનું જાણવા મળ્યુ છે. ત્યારે સૌથી ગંભીર બાબત એ છે કે હુમલો કરીને બૂટલેગર ફરાર થઈ જવામાં સફળ રહ્યો છે. હાલ સાગટાળા પોલીસે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.

વિજિલન્સની ટીમે બાતમીના આધારે સ્ટેટ વિજિલનસે વોચ ગોઠવી હતી

બુટલેગરો બેફામ....દેવગઢ બારીયાના પાંચિયા સાળના જંગલ વિસ્તારમાં વિદેશી દારૂ ભરેલી ગાડી છોડાવવાના આતંકમાં કુખ્યાત બુટલેગર ભિખા રાઠવાએ વિજિલન્સની ટીમ પર સાત ખાનગી રાઉન્ડ ફાયર કરતાં પોલીસ તંત્ર સ્તબ્ધ.! 

ગાંધીના ગુજરાતમાં ખુલ્લેઆમ દારૂ વેચાઈ રહ્યું છે. રાજ્યમાં દારૂબંધીનો કાયદો હોવા છતાં મોટા પ્રમાણમાં દારૂ રાજ્યમાં ઘુસાડવામાં આવે છે ત્યારે પોલીસને બાતમી મળી હતી કે છોટાઉદેપુરનો બૂટલેગર ભીખા રાઠવા વિદેશી દારૂનો જથ્થો લઈને ધાનપુરના પાંચિયાસાળ ગામેથી પસાર થવાનો છે. જેથી બાતમીના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા મધરાત્રે જ વોચ ગોઠવી દેવામા આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!