
રાજેન્દ્ર શર્મા :- ગ્રુપ એડિટર
ગુજરાત પોલીસ તંત્ર વ્યાજખોરો ના દૂષણોને ડામવા સુસજજ છે પરંતુ..
——————————
અદાલતોમાં ચેક રિટર્ન કેસમાં લેણદારોને ફસાવી દેવાના વ્યાજખોરોના એ ભેજાબાજ ખેલો સામે પણ પોલીસ તંત્રએ સત્ય હકીકતોની સમીક્ષાઓ કરે આ પણ આવકાર્ય રહેશે.!!
દાહોદ તા.10
દાહોદ પોલીસે હાલ વ્યાજખોરોને ડામવા સામે લાલ આંખ કરી લોક દરબાર યોજ્યા છે.તે પોલીસ માટે સરાહનીય કામગીરી છે પરંતુ વ્યાજખોરીનું દૂષણ ક્રિમિનલી તરીકે ડામવા માટે પોલીસ દ્વારા ભરેલું પગલું આવકાર લાયક છે. પરંતુ જ્યુડીશલીમાં કાયદા અને પુરાવાના અભાવે વ્યાજના વિષ ચક્રમાં પહેલાથી જ તમામ મોરચે પાયમાલ થયેલો પીડિત કસૂરવાર ઠેરવાય છે. પરિણામ સ્વરૂપ વ્યાજખોર થી લીધેલા નાણા કરતાં અનેક ગણાં નાણાની ઈમાનદારી થી ભરપાઈ કરનાર પીડિતને વ્યાજખોર પાસેથી લીધેલા પૈસા ભરવાનું હુકમ થાય છે. જેના પગલે પીડિત માટે આવો ન્યાય પડતા પર પાટુ સમાન સાબિત થાય છે. ત્યારે સામેપક્ષે સાહુકારનો અટ હાસ્ય તાકતવાર હોવાનું ચાડી ખાય છે.
સામાન્ય માણસ વ્યાજખોર થી ત્રાસી પોલીસમાં રજૂઆત કરે છે. પોલીસ પણ નિયમ અને કાયદા મુજબ પીડિતની કેફિયતના આધારે સાહુકાર સામે મની લોડરીંગ એક્ટ 2011, 504, 506 અંતર્ગત ગુનો દાખલ કરી સાહુકારને જેલના સળિયા પાછળ ધકેલી દે છે. ત્યારબાદ આર્થિક રીતે ખાઈબદેલો શાહુકાર પૈસાના જોરે વકીલ દ્વારા જામીન મેળવી બીજા દિવસે જેલ મુક્ત થઈ જાય છે. અને ત્યારબાદ શરૂ થાય છે. સાહુકારનો ખેલ એટલે બિચ્છુ નો ખેલ.. સાહુકાર વ્યાજ પર પૈસા આપતી વખતે સામેવાળાથી ગેરંટી રૂપે ચેક લે છે. આર્થિક તગીથી ઘેરાયેલો પીડિત પૈસા મેળવવાની લાલચમાં જાણે અજાણીએ કેટલા ચેક આપી દે છે તેનો ખ્યાલ તેને રહેતો નથી જેના પગલે સાહુકાર ચતુરાઈ પૂર્વક ચેકને બ્રહ્માસ્ત્રની જેમ ઉપયોગ કરે છે. પીડિતની ફરિયાદ બાદ જમીન મુક્ત થયેલો સાહુકાર નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટ મુજબ અથવા તો સીઆરપીસી 138 મુજબ નામદાર કોર્ટમાં દાવો દાખલ કરે છે. અને એવું કહે છે કે સામેવાળાને મેં હાથ ઉછીના પૈસા આપ્યા હતા.નિયમ અનુસાર તમે સામેવાળાને ચેક આપ્યો એટલે તમે એની પાસેથી રકમ લીધી એ સીધી લીટીમાં માની લેવાય છે. આ બાબતે નામદાર સુપ્રીમ કોર્ટ ના કેટલા કેસોના જજમેન્ટમાં 70% લાભ ફરિયાદીને એટલે કે શાહુકારને અને માત્ર 30 ટકા ફાયદો પીડિત ને થાય છે. ભારતીય સંવિધાન અનુસાર ઉપરોક્ત કલમોમાં કોર્ટમાં પીડિત ને છ તબક્કાઓ માંથી પસાર થવું પડે છે. પ્રથમ સમન્સ, બીજો પુરાવો, ત્રીજો ઉલટ તપાસ, ચોથું fs એટલે કે ફદર સ્ટેટમેન્ટ, પાંચમું ક્રોસ એટલે કે દલીલો અને આ બધું થયા બાદ અંતે જજમેન્ટ.. પહેલેથી જ પાઇમાલ થયેલા પીડિતને આટલા તબક્કામાંથી પસાર થયા બાદ કોર્ટના ધક્કા ખાઈને માનસિક રીતે તૂટી જાય છે. તો બીજી તરફ ચેક રિટર્ન નો કેસ કરનાર સહુકારને કેટલાક કેસોમાં નામદાર કોર્ટ શાહુકારના તરફેણમાં ચુકાદો આપી ચેકમાં ભરેલ રકમના પૈસા વ્યાજ સહિત ચૂકવવા આદેશ કરે છે. જેના પગલે વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયેલો પીડિત ક્રિમિનલીમાં પોલીસની મદદથી જીતી જાય છે પરંતુ જયુડીશીલીમાં પુરાવા અને કાયદાની આંટીઘૂંટીમાં હારી જાય છે. આવા કેસોમાં પોલીસ દ્વારા નામદાર કોર્ટમાં સાહુકાર ગેરકાયદેસર રીતે વ્યાજનો ધંધો કરે છે તેવું પ્રસ્થાપિત કરી સામે ખોટીરીતે ચેક બાઉન્સ કરાવી નામદાર કોર્ટમાં દાવો કર્યો છે. જેથી કોર્ટ દ્વારા પીડીત પક્ષે સહાનુભૂતિ ની દ્રષ્ટિએ ન્યાય અપાય તેવી રજૂઆત કરાય તો ચોક્કસપણે જ્યુડિશલીમાં પણ સાહુકાર પર કાયદાનો કોરડો વિંઝાય અને પીડિતને સાચો ન્યાય મળે તેમ છે.
દાહોદ શહેર સહિત જિલ્લામાં સારી શાખ ધરાવતાં વ્યક્તિઓને પણ કોર્ટ સંકુલ સુધી ઘસડી જતાં વ્યાજખોરો
દાહોદ જિલ્લામાં વ્યાજખોરોની ચુંગાલમાં નામી અનામી વ્યક્તિઓ પણ ફસાઈ ચુક્યા છે જેમાં દાહોદ શહેર જિલ્લાના ઘણા સારી નામના ધરાવતાં તેમજ શાખ ધરાવતાં વ્યક્તિઓને ચેક રિટર્ન કેસમાં એટલે કે ૧૩૮ ની કલમ હેઠળ કોર્ટના ધક્કા ખાવા પડે છે તેમાંય આવા વ્યક્તિઓને કોર્ટ સંકુલમાં સૌની વચ્ચે નીચું દેખવાનો વારો પણ આવે છે. આવા કેસોમાં શાખ ધરાવતાં વ્યક્તિઓએ વ્યાજખોરોને તેઓના નાણાં ચુકવી દીધા બાદ અને અને યેન કેન પ્રકારે કોઈને કોઈ કારણોસર કોર્ટ ખાતે ઘસડી લઈ જવાતા આવા સારી શાખ ધરાવતાં વ્યક્તિઓને કોર્ટની દરેક તારીખોમાં હાજર થવું પડે છે. કોર્ટ સંકુલમાં આવા વ્યક્તિઓને શકની નજરો પણ દેખવામાં આવે છે જ્યારે આવા સારી શાખ ધરાવતાં વ્યક્તિઓને પોતાની ઈજ્જતને કારણે કંઈ બોલી ન શકતા હોવા અને કોઈ પ્રકારની કાર્યવાહી ન કરી શકતા હોવાને કારણે આ લાભ વ્યાજખોરો ઉઠાવી લેતાં હોય છે ત્યારે આવા સમયે આવા વ્યક્તિઓને પોતાની ઈજ્જતના કારણે ક્યારેક આત્મહત્યા કરી લેવાનો વિચાર પણ આવી જતો હોય છે. કોર્ટ સંકુલમાં આવા વ્યક્તિઓને જ્યારે જજ સાહેબ દ્વારા બોલાવવા માટે જાેરથી પોકારવામાં આવે છે ત્યારે કોર્ટ સંકુલમાં હાજર સૌ કોઈની નજર આવા સારી શાખ ધરાવતાં વ્યક્તિઓ પર મીંડાયેલી રહે છે અને જેઓ કોઈ મોટા ગુન્હેગાર હોય તેવો આભાષ પણ કરવો પડે છે.
વિષ ચક્રમાં પહેલાથી જ તમામ મોરચે પાયમાલ થયેલો પીડિત કસૂરવાર ઠેરવાય છે
દાહોદ પોલીસે હાલ વ્યાજખોરોને ડામવા સામે લાલ આંખ કરી લોક દરબાર યોજ્યા છે.તે પોલીસ માટે સરાહનીય કામગીરી છે પરંતુ વ્યાજખોરીનું દૂષણ ક્રિમિનલી તરીકે ડામવા માટે પોલીસ દ્વારા ભરેલું પગલું આવકાર લાયક છે પરંતુ જ્યુડીશલીમાં કાયદા અને પુરાવાના અભાવે વ્યાજના વિષ ચક્રમાં પહેલાથી જ તમામ મોરચે પાયમાલ થયેલો પીડિત કસૂરવાર ઠેરવાય છે. પરિણામ સ્વરૂપ વ્યાજખોર થી લીધેલા નાણા કરતાં અનેક ગણાં નાણાની ઈમાનદારી થી ભરપાઈ કરનાર પીડિતને વ્યાજખોર પાસેથી લીધેલા પૈસા ભરવાનું હુકમ થાય છે જેના પગલે પીડિત માટે આવો ન્યાય પડતા પર પાટુ સમાન સાબિત થાય છે ત્યારે સામેપક્ષે સાહુકારનો અટ હાસ્ય તાકતવાર હોવાનું ચાડી ખાય છે.
સામાન્ય માણસ વ્યાજખોર થી ત્રાસી પોલીસમાં રજૂઆત કરે છે. પોલીસ પણ નિયમ અને કાયદા મુજબ પીડિતની કેફિયતના આધારે સાહુકાર સામે મની લોડરીંગ એક્ટ ૨૦૧૧, ૫૦૪, ૫૦૬ અંતર્ગત ગુનો દાખલ કરી સાહુકારને જેલના સળિયા પાછળ ધકેલી દે છે. ત્યારબાદ આર્થિક રીતે ખાઈબદેલો શાહુકાર પૈસાના જાેરે વકીલ દ્વારા જામીન મેળવી બીજા દિવસે જેલ મુક્ત થઈ જાય છે અને ત્યારબાદ શરૂ થાય છે. સાહુકારનો ખેલ એટલે બિચ્છુ નો ખેલ.. સાહુકાર વ્યાજ પર પૈસા આપતી વખતે સામેવાળાથી ગેરંટી રૂપે ચેક લે છે. આર્થિક તગીથી ઘેરાયેલો પીડિત પૈસા મેળવવાની લાલચમાં જાણે અજાણીએ કેટલા ચેક આપી દે છે તેનો ખ્યાલ તેને રહેતો નથી જેના પગલે સાહુકાર ચતુરાઈ પૂર્વક ચેકને બ્રહ્માસ્ત્રની જેમ ઉપયોગ કરે છે. પીડિતની ફરિયાદ બાદ જમીન મુક્ત થયેલો સાહુકાર નેગોશીયેબલ ઇન્સ્ટ્રૂમેન્ટ એકટ મુજબ અથવા તો સીઆરપીસી ૧૩૮ મુજબ નામદાર કોર્ટમાં દાવો દાખલ કરે છે. અને એવું કહે છે કે સામેવાળાને મેં હાથ ઉછીના પૈસા આપ્યા હતા.નિયમ અનુસાર તમે સામેવાળાને ચેક આપ્યો એટલે તમે એની પાસેથી રકમ લીધી એ સીધી લીટીમાં માની લેવાય છે. આ બાબતે નામદાર સુપ્રીમ કોર્ટ ના કેટલા કેસોના જજમેન્ટમાં ૭૦% લાભ ફરિયાદીને એટલે કે શાહુકારને અને માત્ર ૩૦ ટકા ફાયદો પીડિત ને થાય છે. ભારતીય સંવિધાન અનુસાર ઉપરોક્ત કલમોમાં કોર્ટમાં પીડિત ને છ તબક્કાઓ માંથી પસાર થવું પડે છે. પ્રથમ સમન્સ, બીજાે પુરાવો, ત્રીજાે ઉલટ તપાસ, ચોથું કજ એટલે કે ફદર સ્ટેટમેન્ટ, પાંચમું ક્રોસ એટલે કે દલીલો અને આ બધું થયા બાદ અંતે જજમેન્ટ.. પહેલેથી જ પાઇમાલ થયેલા પીડિતને આટલા તબક્કામાંથી પસાર થયા બાદ કોર્ટના ધક્કા ખાઈને માનસિક રીતે તૂટી જાય છે તો બીજી તરફ ચેક રિટર્ન નો કેસ કરનાર સહુકારને કેટલાક કેસોમાં નામદાર કોર્ટ શાહુકારના તરફેણમાં ચુકાદો આપી ચેકમાં ભરેલ રકમના પૈસા વ્યાજ સહિત ચૂકવવા આદેશ કરે છે જેના પગલે વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયેલો પીડિત ક્રિમિનલીમાં પોલીસની મદદથી જીતી જાય છે પરંતુ જયુડીશીલીમાં પુરાવા અને કાયદાની આંટીઘૂંટીમાં હારી જાય છે. આવા કેસોમાં પોલીસ દ્વારા નામદાર કોર્ટમાં સાહુકાર ગેરકાયદેસર રીતે વ્યાજનો ધંધો કરે છે તેવું પ્રસ્થાપિત કરી સામે ખોટીરીતે ચેક બાઉન્સ કરાવી નામદાર કોર્ટમાં દાવો કર્યો છે. જેથી કોર્ટ દ્વારા પીડીત પક્ષે સહાનુભૂતિ ની દ્રષ્ટિએ ન્યાય અપાય તેવી રજૂઆત કરાય તો ચોક્કસપણે જ્યુડિશલીમાં પણ સાહુકાર પર કાયદાનો કોરડો વિંઝાય અને પીડિતને સાચો ન્યાય મળે તેમ છે.