
સંજેલી તાલુકા સહિત પંથકમાં કડકડતી ઠંડીથી બચવા તાપણાનો સહારો લેતા ગ્રામજનો.
સંજેલી નગરમાં કાતિલ ઠંડી શિયાળુ પાક સારો થશે. વાદળ છાયા વાતાવરણ વચ્ચે ઠંડા પવનો ફૂંકાતા પંથકવાસીઓ ઠંડીમાં ઠુંઠવાયા..
સંજેલી તા.06
સંજેલી નગરમાં ઠંડા પવનોની અસરથી ઠંડીનું મોજુ ફરી મળ્યું સમગ્ર તાલુકા જિલ્લામાં પથકમાં ઠંડીથી બચવા તાપણાનો સહારો લેતા સંજેલી નગરના ગ્રામજનો છેલ્લા ચાર પાંચ દિવસથી શરૂ થયેલા ઠંડા પવનની અસરથી કડકડતી ઠંડીનું મોજુ ફરી મળ્યું. સંજેલી તાલુકા સહિત કડકડતી ઠંડી થી બચવા માટે લોકો ગરમ વસ્ત્રોનો સહારો લઈ રહ્યા છે. અને તાપણા નો સહારો લઈ રહ્યા છે. ઠંડીના કારણે નગરજનો આખો દિવસ ગરમ વસ્ત્રો તેમજ તાપણા નો સહારો લેતા સંજેલી નગરના ગ્રામજનો નજરે પડ્યા હતા.