
રાજેન્દ્ર શર્મા :- દાહોદ લાઈવ ડેસ્ક…
દાહોદમાં 108 એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ લઈ જતી વેળાએ મહિલાને બ્રિચ ડિલિવરી કરાવી: માતા અને બાળક બંને સ્વસ્થ..
108 દાહોદ લોકેશન ની EMT સુશીલા પટેલની પ્રશંસનીય કામગીરીને પ્રસુતાં મહિલાના પરિવારજનોએ બિરદાવી..
EMT સુશીલા પટેલે અગાઉ પણ કેટલીય વખત એમ્બ્યુલન્સમાં સફળ પ્રસુતિ કરાવી મહિલાઓ તેમજ બાળકોના જીવ બચાવ્યા…
દાહોદ તા.27
દાહોદ 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ ના પાયલોટ અનિલભાઈ તેઓની ફરજ દરમિયાન સુવાવડ ના એક કેસ માટે નો કોલ આવ્યો હતો ત્યારે તે દાહોદ ના મંડાવાવ રોડ ઉપરથી 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ મારફતે એક માતા દર્દી જેમનું નામ શકુંતલાબેન નીતેશભાઈ નિનામા ને લઇ જતા હતા તે વેળાએ માતા દર્દી શકુંતલાબેન નીતેશભાઈ નિનામા ને અચાનક જ 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સમાં દુખાવો ઉપડતાં 108 એમ્બ્યુલન્સ ના EMT સુશીલાબેન પટેલ દ્વારા તે માતા દર્દી ની બ્રિચ ડિલિવરી સફળતા પૂર્વક 108 એમ્બ્યુલન્સ માં કરાવવામાં આવી હતી. ત્યારબાદ માતા દર્દી શકુંતલાબેન નીતેશભાઈ નિનામા અને તેઓના તાજા જન્મેલા બાળક ને દાહોદની ઝાયડસ જનરલ હોસ્પિટલ ખાતે સહી સલામત સુરક્ષિત રીતે દાખલ કરવામાં આવ્યા હતા.