
દાહોદમાં વિદેશી દારૂની હેરાફેરીમાં સંડોવાયેલા બુટલેગરને પાસા હેઠળ પોરબંદર જેલમાં ધકેલાયો
દાહોદ તા.૨૧
દાહોદ જિલ્લામાં દારૂની પ્રવૃતિને ડામવા દાહોદ જિલ્લા પોલીસ વડાની સુચના અને માર્ગદર્શન હેથળ જિલ્લા પોલીસની કામગીરી દરમ્યાન દાહોદ એલ.સી.બી. પોલીસે ઝડપી પાડેલ એક એક બુટલેગરને પોલીસ અધિક્ષકની વોરંટની બજવણીથી બુટલેગરને પાસા હેઠળ ધકેલી દઈ પોરબંદર જેલ ખાતે ધકેલી દેવામાં આવ્યો હતો. દાહોદ જિલ્લામાં આગામી ૩૧મી ડિસેમ્બરને લઈ દાહોદ જિલ્લામાં બુટલેગરો તેમજ વિદેશી દારૂની હેરાફેરી કરતાં તત્વો પર લગામ કસવા દાહોદ જિલ્લા પોલીસે કમરકસી છે ત્યારે દાહોદ એલ.સી.બી. પોલીસે બુટલેગર તુષારભાઈ મગનભાઈ સુવાણ (રહે. કુંદવાળા, તા.ધાનપુર, જિ.દાહોદ)ને ઝડપી પાડ્યો હતો. આ બુટલેગરનરના દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા બુટલેગર વિરૂધ્ધ પાસા પ્રપોઝલ ગ્રાહ્ય રાખી પાસા હેઠળ અટકાયતનું વોરંટ ઈસ્યુ કરવામાં આવ્યું હતું અને આ બુટલેગરના વોરંટ બજવણી કરી ઉપરોક્ત બુટલેગરને પાસા હેઠળ ધકેલી દઈ પોરબંદર જિલ્લા જેલ ખાતે મોકલી આપવામાં આવતાં દાહોદ જિલ્લાના બુટેલગર આલમ સહિત વિદેશી દારૂનો ધંધો કરતાં ઈસમોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો.