Friday, 29/03/2024
Dark Mode

દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચ નો સપાટો:ગરબાડા તેમજ ઝાલોદ માંથી બે યુવકોને માઉઝર પિસ્તોલ તેમજ જીવતા કારતુસ સાથે ઝડપી જેલભેગો કર્યો..

June 12, 2021
        2790
દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચ નો સપાટો:ગરબાડા તેમજ ઝાલોદ માંથી બે યુવકોને માઉઝર પિસ્તોલ તેમજ જીવતા કારતુસ સાથે ઝડપી જેલભેગો કર્યો..

જીગ્નેશ બારીયા, દાહોદ 

દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચ નો સપાટો:ગરબાડા તેમજ ઝાલોદ માંથી બે યુવકોને માઉઝર પિસ્તોલ તેમજ જીવતા કારતુસ સાથે ઝડપી જેલભેગો કર્યો 

દાહોદ તા.૧૨

દાહોદ જિલ્લાના ગરબાડા અને ઝાલોદ તાલુકામાંથી એમ બે જગ્યાએથી બે યુવકો પાસેથી પોલીસે દેશી હાથ બનાવટની માઉઝર પિસ્ટોલ સાથે જીવતા કારતુષ પણ કબજે કરી બંન્ને યુવકોને જેલ ભેગા કર્યાનું જાણવા મળે છે.

દાહોદ એલ.સી.બી.પોલીસને મળેલ બાતમીના આધારે ગત તા.૧૧મી જુનના રોજ ગરબાડા તાલુકાના અભલોડ ગામે વોચ ગોઠવી ઉભા બતાં તે સમયે બાતમી દર્શાવેલ ધવલકુમાર રમણભા ખપેડ (રહે.છરછોડા, તળાવ ફળિયુ,તા.ગરબાડા) ત્યાંથી પસાર થતાં તેને ઉભો રાખી પુછપરછ કરી હતી અને આ પુછપરછમાં પોલીસને સંતોષકારક જવાબ ન મળતાં તેની અંગ ઝડતી કરતાં તેની પાસેથી એક માઉઝર પીસ્ટોલ, ૦૧ જીવતો કાર્ટીધ, એક માબેાઈળ ફોન વિગેરે મળી કુલ રૂા.૧૫,૫૦૦નો મુદ્દામાલ કબજે કર્યાે હતો. આ માઉઝર પિસ્ટોલ વેચાણ કરવાના કે, તબદીલ કરવાને ઈરાદે ઉપરોક્ત યુવકે પોતાની પાસે રાખ્યો હોવાનું બહાર આવ્યું હતું.

ઝાલોદ તાલુકાના નાન સલાઈ ગામે ગત તા.૧૧મી જુનના રોજ દાહોદ પેરોલ ફ્લોર સ્કોર્ડને મળેલ બાતમીના આધારે નાનસલાઈ ગામે વોચ ગોઠવી ઉભા હતાં તે સમયે ત્યાંથી પ્રજેશકુમાર અશ્વિનભાઈ પટેલ (રહે. નાનસલાઈ, તા.ઝાલોદ) નો ત્યાંથી પસાર થતાં પોલીસે તેને પણ ઉભો રાખ્યો હતો અને પોલીસને પુઠપરછ દરમ્યાન સંતોષકારક જવાબ ન મળતાં તેની અંગ ઝડતી કરતાં તેની પાસેથી દેશી બનાવટની માઉઝર પિસ્ટોલ નંગ. ૦૧, કારતુષ નંગ.૦૧, મોબાઈલ ફોન નંગ.૦૧ તથા રોકડા રૂપીયા મળી કુલ રૂા.૧૮,૨૫૦નો પોલીસે મુદ્દામાલ કબજે કરી ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

—————————————

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!