Monday, 14/07/2025
Dark Mode

પશ્ચિમ રેલવેના નવનિયુક્ત જનરલ મેનેજર દાહોદની મુલાકાતે: રેલવે વર્કશોપનું કર્યું નિરીક્ષણ

December 16, 2022
        922
પશ્ચિમ રેલવેના નવનિયુક્ત જનરલ મેનેજર દાહોદની મુલાકાતે: રેલવે વર્કશોપનું કર્યું નિરીક્ષણ

પશ્ચિમ રેલવેના નવ નિયુક્ત જનરલ મેનેજરે રેલવે વર્કશોપની લીધી મુલાકાત…

 રેલ્વે વર્કશોપમાં જુદા જુદા વિભાગોમાં નિરીક્ષણ કરી લીલી ઝડી આપી ઉદ્ઘાટન કર્યું.

દાહોદના નવનિર્વાચિત ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીએ જનરલ મેનેજર જોડે મુલાકાત કરી વલસાડ દાહોદ ઇન્ટરસિટી, વડોદરા તેમજ આણંદ મેમુ, સહિતની બંધ પડેલી ટ્રેનો ચાલુ કરાવવા તથા મહત્વપૂર્ણ ગણાતું ટ્રેનોના સ્ટોપેજ મેળવવા લેખિતમાં રજૂઆત કરી 

દાહોદ તા.16

પશ્ચિમ રેલવેના નવનિયુક્ત જનરલ મેનેજર દાહોદની મુલાકાતે: રેલવે વર્કશોપનું કર્યું નિરીક્ષણ

પશ્ચિમ રેલવેના નવનિયુક્ત જનરલ મેનેજરે રતલામ મંડળના DRM તથા રેલવે તંત્રના ઉચ્ચ અધિકારીઓના કાફલા સાથે આજે દાહોદના વર્કશોપ ખાતે ઇન્સ્પેક્શન માટે આવ્યા હતા જ્યાં 9000 એચપી ના કન્ટ્રક્શન સાઈડની મુલાકાત લઈ રેલવે વર્કશોપમાં જુદા જુદા વિભાગોમાં ઇન્સ્પેક્શન કર્યું હતું. સાથે સાથે વિવિધ સુવિધાયુક્ત નવ નિર્મિત શોપ, ફેબ્રીકેશન શોપ,સોલાર શોપ સહીત નવીન ઓફિસનું ઉદ્ઘાટન કરી રેલવે વિભાગના જુદા જુદા શોપનું નિરીક્ષણ કરી રજેરજની માહિતી મેળવી હતી.અને CWM ઓફિસ ખાતે ત્યાંના મહિલા સ્ટાફ અને દિવ્યાંગ સ્ટાફની સાથે ગ્રુપ મીટીંગ કરી. રેલ્વે મેઇન હોસ્પિટલ ખાતે નિરીક્ષણ કરી રેલવે હોસ્પિટલમાં જરૂરી સુવિધાઓ તેમજ માંગણીઓ સંદર્ભે મંત્રણા કરી હતી.અને સાંજે રેલવેના કાલી ડેમની મુલાકાત લઇ મોડી રાત્રે પોતાના સલૂન મારફતે પરત રવાના થયા હતા

પશ્ચિમ રેલવેના નવનિયુક્ત જનરલ મેનેજર દાહોદની મુલાકાતે: રેલવે વર્કશોપનું કર્યું નિરીક્ષણ

પશ્ચિમ રેલવેના નવનિયુક્ત જનરલ મેનેજર અશોક કુમાર મિશ્રા તેમજ રતલામ મંડળના DRM રજનીશ કુમાર તેમજ રેલવેના ઉચ્ચ અધિકારીઓનો કાફલો લઈ પોતાના સલૂન મારફતે દાહોદના રેલ્વે વર્કશોપમાં ઈંસ્પેક્શન કરવા માટે આવ્યા હતા.સવારના 11:00 વાગે દાહોદ રેલવે સ્ટેશન આવેલા જનરલ મેનેજર સીધા રેલવે વર્કશોપ ખાતે પહોંચ્યા હતા.જ્યાં સૌથી પહેલા તેમને 9000 એચપીના ઇલેક્ટ્રીક લોકો મોટીવ મેંનીફેક્ચરિંગ સાઈટની મુલાકાત લીધી હતી. ત્યારબાદ એડમીન બિલ્ડીંગ ખાતે પહોંચતા સ્કાઉટ એન્ડ ગાઈડ દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જ્યાં તેમણે નવીન કોન્ફરન્સ રૂમને ખુલ્લું મૂક્યું હતું.તેમજ રેલ્વે વર્કશોપમાં પહોંચતા ઉપસ્થિત અધિકારીઓ તેમજ કર્મચારીઓએ તેમનું સ્વાગત કર્યું હતું.ત્યારબાદ જનરલ મેનેજર વર્કશોપ ખાતે નવીન સોલાર પ્લાન્ટ તેમજ 100kv ના ફેબ્રિકેશન સોપનું ઉદ્ઘાટન કર્યું હતું. જ્યાંથી જનરલ મેનેજર LRS શોપ ખાતે પહોંચ્યા હતા જ્યાં તેઓએ લોકો રીપેર શોપ,બોગી સોપ ટ્રાન્સફોર્મર સેક્શન ઓક્સિલેરી શોપ,મેમો સોપ,DETC મેન્યુફેક્ચરિંગ શોપ નું નિરીક્ષણ કર્યું હતું.તેની સાથે સાથે MTR લોકો તેમજ DETC ને લીલી ઝંડી આપી રવાના કરાઈ

 

 

 

પશ્ચિમ રેલવેના નવનિયુક્ત જનરલ મેનેજર દાહોદની મુલાકાતે: રેલવે વર્કશોપનું કર્યું નિરીક્ષણહતી ત્યારબાદ તેઓએ ડ્રો એન્ડ બપ ગેરનું નિરીક્ષણ કર્યું હતું સાથે સાથે વેલ્ડીંગ ટ્રેનિંગ સેન્ટર વહીલ શોપ તેમજ CTRB સેક્શન સાથે ક્લિનિકલ પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યો હતો.ત્યારબાદ નવા વર્કશોપ ખાતે આવ્યા હતા.જ્યાં તેઓએ BRS સેક્શન બ્રેક ટેસ્ટીંગ એરીયા સાથે સાથે સેન્ટ્રલ આર્મ રીપેરીંગ શોપ નું નિરીક્ષણ કર્યું હતું.અને રીનોવેશન કરાયેલા પ્રોગ્રેસિવ ઓફિસને ખુલ્લું મૂક્યું હતું ત્યારબાદ તેઓએ CWM ના પટાંગણમાં વૃક્ષારોપણ કર્યું હતું.અને ત્યારબાદ CWM ઓફિસમાં વર્કશોપના લેડીઝ સ્ટાફ દિવ્યાંગ સ્ટાફ તેમજ સપોર્ટ પર્સન સાથે મિટિંગ યોજી હતી.જેમાં સી ડબલ્યુ પ્રેઝન્ટેશન કર્યું હતું ત્યારબાદ જનરલ મેનેજર ઉપસ્થિત રેલવે કર્મીઓને સંબોધ્યા હતા. જનરલ મેનેજરે ત્યારબાદ યુનિયન મેમ્બરો સાથે મીટીંગ કરી હતી અને હેરિટિસ ગેલેરીનું નિરીક્ષણ કર્યું હતું.અને ત્યાંથી સીધા રેલવે મેન હોસ્પિટલ ખાતે નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા જ્યાં તેઓએ રેલ્વે મેઇન હોસ્પિટલમાં જરૂરિયાત તેમજ સુવિધાઓ યુક્ત આરોગ્ય સેવાઓ મળી રહે તે માટે ત્યાંના તબીબો સાથે સંવાદ કર્યો હતો ત્યારબાદ તેઓએ કાલી ડેમ ખાતે સાઇટ વિઝીટ કરી હતી અને અંતે પોતાના સલૂન મારફતે રતલામ તરફ જવા રવાના થયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!