
રાહુલ ગારી :- ગરબાડા
ગરબાડા તાલુકાની કુમાર શાળા ખાતે યોજાયેલા તાલુકા કક્ષાના વિજ્ઞાન મેળામાં પાંચ શાળાએ પ્રથમ ક્રમાંક મેળવ્યો
પાંચ વિભાગમાં પાંચ શાળાએ પ્રથમ ક્રમાંક મેળવ્યો
ગરબાડા તા.16
પ્રાપ્ત માહિતી અનુસાર આજે તારીખ 16 ડિસેમ્બર ના રોજ ગરબાડા તાલુકાની કુમાર શાળા ખાતે તાલુકા કક્ષાનો વિજ્ઞાન મેળા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગરબાડા તાલુકાની પાંચ વિભાગમાં પાંચ શાળાએ પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો જેમાં વિભાગ એક માં પાંચવાડા પ્રાથમિક શાળાએ પ્લોટૉ સ્કોપ કૃતિ પરમાર શિતલડી ભુરીયા કાજલબેન અને ચૌધરી મહેશકુમાર દ્વારા રજૂ કરવામાં આવી હતી અને વિભાગ એકમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો વિભાગ ( 2 ) પ્રથમ ક્રમાંકે ગાંગાડા પ્રાથમિક શાળા રહી હતી જેમાં હાઇડ્રોલિક ટ્રીટાપ્લાન્ટ મસીન કૃતિ ડાભી ધર્મેશભાઈ તેમજ વસુનિયા રોહિત ગવાભાઈ અને મુનિયા નિયતિ હેંમતસિંહભાઈ દ્વારા કૃતિ રજૂ કરાઈ હતી અને વિભાગ બે માં પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો વિભાગ (3) ભે ગારી વર્ગ પ્રાથમિક શાળા ધ મેજીક ટ્રીથ કૃતિ બારીયા રામભાઈ ભુરીયા રીંકુબેન અને ખરાડ રેણુકાબેન કૃતિ રજૂ કરીને પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો વિભાગ (4) બોરીયાલા પ્રાથમિક શાળા હાઇડ્રોલિક બ્રિજ કૃતિ મહેતા હિરેનભાઈ પરમાર અર્પિતાબેન અને ચૌહાણ ફાલ્ગુની બેને રજુ કરી હતી અને પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો વિભાગ ( 5 ) કામાવીરા પ્રાથમિક શાળા સંખ્યા અને રમત કૃતિ પ્રજાપતિ ગોવિંદભાઈ ચૌહાણ ભાવિનીબેન અને કૃતિ રજૂ કરી અને પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો
આમ તાલુકા કક્ષા ખાતે યોજાયેલા વિજ્ઞાન મેળામાં માજી ધારાસભ્ય ચંદ્રિકાબેન બારીયા તથા જિલ્લા સભ્ય તેમજ ગરબાડા બી.આર.સી પ્રીયાકાંત ગુપ્તા સહિત વિવિધ હોદ્દેદારો ઉપસ્થિત રહીને પ્રથમ ક્રમાંક દ્વિતીય ક્રમાંક અને દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કરનારને પ્રમાણપત્ર તેમજ ટ્રોફી આપીને તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા અને જિલ્લા કક્ષાએ પણ શ્રેષ્ઠ પ્રદર્શન કરે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.