
દાહોદમાં આર્મી જવાનનું માંદગીના કારણે મોત: સીમા સુરક્ષા જવાનોએ ગાર્ડ ઓફ ઓનરની વચ્ચે જવાનને અંતિમ વિદાય આપી
દાહોદ તા.10
ભારતીય ફોજમાં 16 વર્ષથી સેવા આપી રહેલા દાહોદના જવાનનું ટૂંકી માંદગી બાદ દાહોદમાં નિધન થતા પરિવારજનોમાં માતમ છવાઈ જવા પામ્યું હતું.જોકે હાલમાં જ સંપન્ન થયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં દાહોદ ખાતે ફરજ બજાવવા આવેલા સીમા સુરક્ષા બળના જવાનોએ મૃતક સાથી જવાનને ગાર્ડ ઓફ ઓનર આપી અંતિમ વિદાઈ આપી હતી.
મૂળ ઉત્તર પ્રદેશના આઝમગઢ જિલ્લાના બારા ગામના મૂળ રહેવાસી અને હાલ દાહોદ શહેરના ફ્ર્રી લેન્ડ ગંજ પરેલ રૂપનગર ખાતેના રહેવાસી વિજય બહાદુરસિંગના પુત્ર સંગ્રામ સિંગ 16 વર્ષ પહેલા 2006 ની સાલમાં ભારતીય સેનામાં માં ભારતીની સેવા કાજે ગયા હતા.જ્યાં હાલ તેઓ બિહારના બતીયા 65 રેજિમેન્ટ ખાતે ફરજ બજાવી રહ્યા હતા. વિક્રમ સિંહની ત્રણ મહિના પહેલા તબિયત લથડતા તેઓ રજા લઈ પોતાના ઘરે સારવાર માટે આવ્યા હતા.જ્યાં ટૂંકી માંદગી બાદ તેઓનો આજરોજ નિધન થયું હતું. પોતાના પરિવારમાં પિતા વિજય બહાદુર સિંહ, પત્ની પ્રતિભા સિંહ તેમજ બે પુત્રીઓ આર્વી તેમજ અનિષ્કાને રડતા બીલખતા મૂકી આ ફાની દુનિયાને અલવિદા કરતા પરિવારમાં માતમ છવાયું હતું.જોકે તેઓ સીમા સુરક્ષા બળમાં ફરજ બજાવતા હોવાથી તેઓની મરણ પામ્યાની જાણ સીમા સુરક્ષા બળના મુખ્યાલ્ય ખાતે કરવામાં આવી હતી. જેના પગલે હાલમાં જ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ફરજ બજાવા આવેલા સીમા સુરક્ષા બળના જવાનોએ સંપૂર્ણ રાષ્ટ્રીય સન્માન સાથે તેઓને ગાર્ડ ઓફ ઓનર આપી અંતિમ વિદાય આપી હતી.