
રાજેન્દ્ર શર્મા :- દાહોદ લાઈવ ડેસ્ક...
દાહોદ જિલ્લાની છ વિધાનસભા બેઠક પર કેસરિયો લહેરાયો:કોંગ્રેસનું કચ્ચરઘાણ,આપને આવકાર...
દાહોદ જિલ્લાની છ વિધાનસભા બેઠકો પર 20 વર્ષ પછી કેસરિયો લહેરાયો..
આદિવાસી બાહુલિધિરાવતા દાહોદ જિલ્લાના કોંગ્રેસનું ગઢ ધવસ્ત: આમ આદમી પાર્ટી મજબૂત બની..
ગરબાડા અને દાહોદ બેઠક પર 15 વર્ષ બાદ કેસરિયો લહેરાયો..
દાહોદ તા.૦૮
આશરે ૨૦ વર્ષ પછી દાહોદ જિલ્લામાં કેસરીયો માહોલ છવાઈ જવા પામ્યો છે. જિલ્લાની ૦૬ એ ૦૬ બેઠકો ભાજપે મેળવીને રાજકીય મેદાનમાં સીક્સર મારી સૌને સ્તબ્ધ કરી દીધાં છે. આજે સવારે હાથ ધરાયેલ મતગણતરીમાં જેમ જેમ ૦૬ એ ૦૬ વિધાનસભાની મતગણતરીના રાઉન્ડ પુરા થતાં હતાં તેમ તેમ મતગણતરી સ્થળ નજીક જેતે વિધાનસભાના ટેકેદારો અને જેતે વિધાનસભામાં
ઉજવણીનો માહોલ જાેવા મળ્યો હતો જાેકે, ઝાલોદ અને લીમખેડામાં પ્રથમ રાઉન્ડમાં આમ આદમી પાર્ટી આગળ રહેતાં ભાજપ બેડામાં સ્તબ્ધતા છવાઈ જવા પામી હતી તો લીમખેડામાં પણ પ્રથમ રાઉન્ડના અંતે આમ આદમી પાર્ટી આગળ રહી હતી ત્યાર પછી તમામ સીટો ઉપર ધીમે ધીમે ભાજપે પોતાની લીડ વધારી અને તમામ બેઠકો હસ્તગત કરી હતી. દાહોદ જિલ્લાનું રાજકારણનું એપી સેન્ટર ગણાતું લીમખેડા બેઠક
ઉપર ખુબજ પાતળી સરસાઈથી ભાજપે વિજય મેળવતાં જિલ્લાના રાજકારણમાં ઘેરા પ્રત્યાઘાત પડવા પામ્યાં છે તો પોતાને સિંહણ ગણાવનાર ગરબાડા કોંગ્રેસના ઉમેદવારને પણ હારનો સામનો કરવો પડ્યો હતો. મતગણતરી સ્થળે જયશ્રી રામ અને ભારત માતા કી જયના નારા સાથે હજ્જારોની સંખ્યામાં ભાજપના કાર્યકરો, સમર્થકો ઉમટી પડ્યાં હતાં. ડી.જે. અને ઢોલ, નગારાના
તાલે તમામ ઉમેદવારોના વિજય સરઘસો દાહોદના રાજ માર્ગાે પર થઈને પોતાની જેતે વિધાનસભામાં પહોંચ્યાં હતાં. દાહોદ જિલ્લાની ૦૬ બેઠકોની વાત કરીએ તો ૦૬ બેઠકો પૈકી એકમાત્ર દાહોદને બાદ કરતાં લીમખેડા અને ગરબાડામાં કોંગ્રેસ દ્વીતીય સ્થાને રહી હતી તો ફતેપુરા અને ઝાલોદમાં તૃતીય સ્થાને રહી હતી. અનેક ચઢાવ ઉતાર વચ્ચે લીમખેડાની બેઠક માટે ભારે તર્ક વિતર્કાે વહેતાં
થવા પામ્યાં હતાં તો ભાજપની સ્થિતી ગઢ આલા પણ સિંહ ગેલાની સ્થિતી તો નહીં સર્જાયને તેવી ચર્ચાઓએ જાેર પકડ્યું હતું. પોસ્ટલ બેલેટમાં આમ આદમી પાર્ટી નંબર ૧ રહેતાં પોસ્ટલ બેલેટના ગણિતે ઘણું બધુ કહી દીધું છે.