
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને ટોલનાકા પર ચેકિંગના નામે કનગડત…
દૈનિક અખબારના તંત્રી તેમજ સરકાર માન્ય પત્રકાર સંઘના રાષ્ટ્રીય પ્રમુખ જોડે અણ છાજતું વર્તન:પત્રકારોમાં રોષ…
દાહોદ તા.25
દાહોદ જિલ્લાના દેવગઢબારિયા ભથવાડા ટોલનાકા પર વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને ઊભી કરાયેલી ચેક પોસ્ટ પર ગતરોજ ભારતીય પત્રકાર સંઘના રાષ્ટ્રીય પ્રમુખ તેમજ દૈનિક અખબારના તંત્રીને ચેકિંગના બહાને દોઢથી બે કલાક સુધી કનગડતટ કરતા આ ઘટનાને લઈ પત્રકાર સંઘ તેમજ દાહોદ જિલ્લાના પત્રકારોમાં ઘેરા પ્રત્યાઘાતો સાથે નારાજગી સામે આવી છે. પત્રકાર સંઘના રાષ્ટ્રીય પ્રમુખ તેમજ ચૂંટણીપંચ ની ગાઈડલાઈન થી વાકેફ તેવા દૈનિક અખબારના તંત્રી તેમજ વર્ષો સુધી શિક્ષક તરીકે નોકરી કરેલા સન્માનિત વ્યક્તિએ રોકડ રકમ અંગે રજૂ કર્યા બાદ પણ ચેક પોસ્ટ પર હાજર બી આર સી શિક્ષક દ્વારા ચેકિંગના બહાને ખોટી રીતે હેરાનગતિ કરવું એ કેટલા અંશે યોગ્ય..? આe મામલે સંલગ્ન વિભાગ તેમજ મુખ્ય ચૂંટણી અધિકારી દ્વારા આવી મહત્વપૂર્ણ ગણાતી નેશનલ હાઈવે પર ઉભી કરાયેલી ચેકપોસ્ટ પર એકાઉન્ટન્ટની લાયકાત ધરાવતા અધિકારીને મુકાય તો લગ્ન સિઝનની ખરીદી કરવા તેમજ અન્ય હોસ્પિટલ જેવી ઈમરજન્સીમાં રોકડ રકમ લઈ જતા સામાન્ય માણસને હાલાકી ભોગવવાનો વારો ના આવે તે પણ સલગ્ન વિભાગના અધિકારીઓએ વિચાર્યું રહ્યું…
ગત તા.૨૨મી નવેમ્બરના રોજ રાત્રીના લગભગ દશ વાગ્યાના આસપાસ સરકાર માન્ય પત્રકાર સંઘના રાષ્ટ્રીય પ્રમુખ અને તેની સાથે સાથે તેઓ એક પ્રસિધ્ધ દૈનિક અખબારના તંત્રી, માલીક પણ છે તેઓ પોતાની ફોર વ્હીલર ગઈ બહારગામથી દાહોદ પરત આવી રહ્યાં હતાં. રાત્રીના સમયે અસાયડી ચેકપોસ્ટ ખાતે ચુંટણીના માહોલ વચ્ચે સઘન ચેકીંગમાં ફરજ પર પોલીસ કર્મચારીઓ, મીલીટ્રી તેમજ સાથે સાથે અન્ય સરકારી કર્મચારીઓ પણ હાજર હતાં તે સમયે સરકાર માન્ય પત્રકાર સંઘના રાષ્ટ્રીય પ્રમુખની ફોર વ્હીલરને પણ ઉભી રાખવામાં આવી હતી ત્યારે ગાડીની તલાસી બાદ ગાડીમાંથી રોકડા રૂપીયા દોઢ લાખ મળી આવ્યાં હતાં. આ રોકડા રૂપીયા પત્રકાર સંઘના પ્રમુખ જેવો પોતે સરકારી કર્મચારી પણ રહી ચુક્યાં છે અને આ રોકડા રૂપીયા તેઓના રિટાયર્ડમેન્ટના હતાં ત્યારે ફરજ પર હાજર સીઆરસી એટલે કે પ્રાથમીક શાળામાં ફરજ બજાવતો એક શિક્ષક આ સમગ્ર કામગીરી કરી રહ્યો હતો તે પ્રમુખ પાસે આવી આ રોકડા રૂપીયાનો હીસાબ માંગવા લાગ્યો હતો ત્યારે પ્રમુખે એમ પણ જણાવ્યું હતું કે, આ રિયાર્ડમેન્ટના પૈસા છે અને તેની સાથે સાથે રિટાયર્ડમેન્ટના પુરાવાઓ પણ રજુ કર્યાં હતાં પરંતુ ફરજ પરનો સીઆરસી કર્મચારી ટસનો મસ ના થયો અને બે કલાકથી વધારે સમય સુધી સરકાર માન્ય પત્રકાર સંઘના રાષ્ટ્રીય પ્રમુખને હેરાન પરેંશાન કરી નાંખ્યા હતાં ત્યાર બાદ તેણે પોતાના ઉપલા અધિકારી જે દેવગઢ બારીઆ સ્ટેટ બેન્કના મેનેજર જેઓ પણ આ ચુંટણી કામગીરીમાં ફરજ બજાવે છે તેઓને ફોન કરતાં તે પણ આવી ગયાં હતાં ત્યાર બાદ પણ બંન્ને વ્યક્તિઓએ પ્રમુખને હેરાન કરતાં હતાં અને આ રોકડા રૂપીયાની બેન્કની સ્લીપ લાવો, પાસબુકની એન્ટ્રી લાવો, પુરાવાઓ લાવો. આ પ્રકરાનું રટણ કરતાં અડધી રાત્રે કોણ બેન્ક ખોલે અને કેવી એન્ટ્રી બતાવે, જ્યારે પ્રમુખ દ્વારા પોતાના રિયાર્ડમેન્ટના પુરાવાઓ સહિત નાણાંના પુરાવાઓનો પણ હિસાબ આપ્યો હતો ત્યારે આ ઘટનામાં દેવગઢ બારીઆ પ્રાંત અધિકારીને પણ રાત્રે ફોન કરતાં તેઓને પણ ઉડાવ જવાબ મળ્યો હતો અને દેવગઢ બારીઆ પ્રાંત અધિકારીએ પણ ફોન પર એમ કહી દીધું કે, આ વિશે મારે કોઈની સાથે વાત નથી કરવી, ત્યારે જેમ તેમ કરીને આખરે બે કલાકની ભારે હેરાનગતિ બાદ ગાડી જવા દીધી હતી.
કાયદાના જાણકાર અને સન્માનનીય વ્યક્તિને ચેકિંગના હવાલે ખોટી રીતે કરવું કેટલા અંશે યોગ્ય.? નેશનલ હાઇવે જેવી મહત્ત્વપૂર્ણ ચેક પોસ્ટ પર સુચારુ સંચાલન માટે શિક્ષકની જગ્યાએ એકાઉન્ટન્ટ જેવા અનુભવી અધિકારીની તાંતી જરૂર
ચૂંટણી પંચની ગાઈડલાઈન મુજબ મુખ્ય ચૂંટણી અધિકારી સર્વેસરવા છે. અને સત્તાની રૂહે ચેક પોસ્ટ ઉપર કોર્ટ ઓફ કંડેપ્ત ની ટીમ મૂકી શકે છે પરંતુ અહીંયા સવાલ ઊભો એ થાય છે કે વર્ષોથી શિક્ષક તરીકે અને ચૂંટણી પ્રક્રિયામાં સામેલ રહેલા અને પત્રકાર સંઘના પ્રમુખ અને દૈનિક અખબારના તંત્રી જેઓ ચૂંટણી પંચની સમગ્ર ગાઈડલાઈનથી વાકેફ હોય તેઓએ પોતાના પાસે રાખેલા પૈસાનો આધાર પુરાવો જોડે રાખ્યો હતો તેમ છતાં ચેક પોસ્ટ ઉપર ચેકિંગના નામે ફક્ત અને ફક્ત હેરાનગતિ કરવાના ઈરાદા સર એક સન્માનનીય વ્યક્તિને ચૂંટણી પંચની ગાઈડલાઈન નો હવાલો આપી દોઢથી બે કલાક સુધી રોકીને હેરાન કરવું એ કેટલા અંશે યોગ્ય..? હાલ લગ્ન સરા ની સિઝન ચાલી રહી છે. સાથે સાથે હાઇવે પર હોસ્પિટલ કે અન્ય કોઈ ઇમરજન્સી કામ અર્થે પોતાની સાથે રોકડ રૂપિયા લઈ જતો હોય તો તેની પાસે પુરાવા માંગો તે સ્વાભાવિક છે. અને હવે ડિજિટલ બેન્કિંગનો જમાનો છે. બેંકની તમામ એન્ટ્રીઓ હવે ઓનલાઇન મોબાઇલ પણ માં પણ દેખાઈ જાય છે. પરંતુ જો કોઈ વ્યક્તિ ઓનલાઇન બેન્કિંગનો સિસ્ટમ ન જાણતો હોય અને ચૂંટણી પંચની ગાઈડલાઈન મુજબ બે લાખની અંદર ની રકમ જો સામેવાળા વ્યક્તિ પાસે મળતી હોય તો નિયમ મુજબ કોઈપણ સામાન્ય વ્યક્તિ તે વ્યક્તિના મોબાઈલ નંબર રહેઠાણના પુરાવા, મળેલ કેશ સંબંધી જરૂરી નોંધ કરી અડધી રાતે જવા દેવાય અને બીજા દિવસે નિયમ મુજબ એની ઇન્કવાયરી કરી કરી શકાય તેમ છે. અને આવા જાણકાર અને પ્રતિષ્ઠિત વ્યક્તિને ચેકિંગ નો હવાલો આપી કનગડક કરતા હોય તો તેની આડમાં અને કેટલાય લોકો જે ખરેખર ગેરકાયદે સુધી નાણાંનું પરિવહન કરતા હોય તે નીકળી જાય છે. અને આવા વ્યક્તિઓ ચેકપોસ્ટ વાળા મુખ્ય માર્ગ ને છોડી અન્ય કોઈ આંતરિયા વિસ્તારોમાંથી પણ પસાર થઈ શકે છે. તે સ્વાભાવિક છે. એટલે આવી મહત્વપૂર્ણ જગ્યાએ સીઆરસી ના શિક્ષક ની જગ્યાએ આની કોઈ બેન્કિંગ સિસ્ટમના જાણકાર એકાઉન્ટન્ટ જેવા અધિકારીને નિયુક્તિ કરાય જેથી લગ્નની ખરીદી કરવા અથવા અન્ય કોઈ હોસ્પિટલ જેવી ઇમરજન્સી જેન્યુન કારણોથી રોકડ નાણા લઈને જઈ રહેલા વ્યક્તિને ખોટી રીતે હેરાન થવું ન પડે એ માટે પણ ચૂંટણી અધિકારી તેમજ ચૂંટણી પ્રક્રિયામાં સામેલ સંલગ્ન વિભાગના અધિકારીઓ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં તેવી સમયની માંગ છે.