
જીગ્નેશ બારીયા :- દાહોદ
દાહોદ તાલુકાના મોટી ખરજ ગામે પ્રાથમિક શાળામાં તસ્કરો ત્રાટક્યા:શાળામાંથી 5 હજારના માલામતા ચોરાઈ
દાહોદ તા.૧૧
દાહોદ તાલુકાના મોટી ખરજ ગામે એક પ્રાથમીક શાળામાં તસ્કરોએ હાથફેરો કરી વિદ્યાર્થીઓના પરિણામના પત્રક, રજીસ્ટર, હાજરી પત્રક, પાણીની ટાંકી વિગેરે મળી કુલ રૂા.૫૦૦૦ની મત્તાનો તસ્કરો હાથફેરો કરી લઈ નાસી જતાં પોલીસમાં ફરિયાદ નોંધાવાં પામી છે.
#Paid pramotion
આજે જ સંપર્ક કરો :- સનરાઈઝ પબલિક સ્કૂલ
મોટીખરજ ગામે આવેલ તળાવ ફળિયા પ્રાથમીક શાળામાં ગત તા.૧૪ મેના રોજ અજાણ્યા ચોર ઈસમોએ પોતાનો કસબ અજમાવી શાળાના મુખ્ય દરવાજાનું તાળુ તોડી રૂમમાં પ્રવેશ કર્યાે હતો અને અંદર મુકી રાખેલ વિદ્યાર્થીઓનું પરિણામ પત્રક, ઓડીટ જી.આર.રજીસ્ટ્રર, હાજરી પત્રક, એલ.સી.બુક, પાણીના નળ, પાણીના બારે વાલ્વ, સબ મર્સિબલ મોટર, પાણીની ટાંકી વિગેરે મળી કુલ રૂા.૫૦૦૦ની મત્તાનો હાથફેરો કરી તસ્કરો નાસી જતાં આ સંબંધે અબ્બાસભાઈ અલીમદભાઈ વરાલીયાએ દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
—————————-