
દાહોદ વિધાનસભા બેઠકમાં સમાવિષ્ટ બાવકા જિલ્લા પંચાયત સીટ તેમજ બોરવાણી ખાતે યોજાયેલ જન સંવાદ કાર્યક્રમમાં કનૈયાલાલ કિશોરીને ઠેર-ઠેર જન આશીર્વાદ પ્રાપ્ત…
દાહોદ તા.21
દાહોદ 132 વિધાનસભા બેઠક પર બાવકા જિલ્લા પંચાયત સીટ માં સમાવિષ્ટ ગામોમાં તેમજ બોરવાણી ખાતે કનૈયાલાલ કિશોરી દ્વારા ઝંઝાવાત પ્રચાર દરમિયાન પ્રચંડ જન સમર્થન હાંસલ..
દાહોદ 132 દાહોદ વિધાનસભા બેઠકના ભાજપના કનૈયાલાલ કિશોરી દ્વારા તેમના મત વિસ્તારમાં પ્રચાર પ્રસાર ઝાઝાવાત રીતે શરૂ કરી દેવામાં આવ્યો છે.જે અંતર્ગત ગઈકાલે બાવકા, જાલત, ઉંચવાણીયા જિલ્લા પંચાયત સીટમાં સમાવિષ્ટ ગામોમાં ડોર ટુ ડોર તેમજ જન સંવાદ કાર્યક્રમ પ્રચાર કરતા ઠેર ઠેર જન સમર્થન પ્રાપ્ત થઈ રહ્યું છે. ત્યારે આજે પુનઃ બાવકા જિલ્લા પંચાયત સીટ તેમજ તાલુકા પંચાયત મુવાલિયા ખાતે ચોરા ફળિયાના મુકેશભાઈ ભુરીયાના ઘરે જન સંવાદ કાર્યક્રમ થકી પ્રચાર કર્યોં હતો.જેમાં કેન્દ્રની યોજનાઓ છેવાડાના માનવી સુઘી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતત્વમાં આદિવાસી બાહૂલય ધરાવતા જિલ્લાઓમાં પહોંચ્યું છે.ત્યારબાદ સ્થાનિક ગ્રામજનો તેમજ સંગઠનના હોદ્દેદારો પદાધિકારીઓએ 132 વિધાનસભા બેઠકના કનૈયાલાલ કિશોરીને ફૂલહાર પહેરાવી સ્વાગત કર્યું હતું તેમાં તેમને પ્રચંડ બહુમતીથી જીતાડવા માટે આશ્વાસન આપ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ વિજય પરમાર, માજી સરપંચ મહેશભાઈ વેસ્તાભાઈ, રમેશભાઈ રાઠોડ, સરપંચ મહેશભાઈ નીનામા, નસીરપુર સરપંચ રમેશભાઈ બારીયા, બચુભાઈ બારીયા, મુવાલિયા સરપંચ સીલુભાઈ સહિતના ભાજપના હોદ્દેદારો તેમજ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.