બાબુ સોલંકી :- સુખસર
ફતેપુરા તાલુકાના રૂપાખેડામાં ત્રણ બંધ મકાનોને નિશાન બનાવી તાળા તોડી ₹ 3,00,000 ઉપરાંતની ચોરી કરી જતા તસ્કરો.
રૂપાખેડા ગ્રામ પંચાયતના તત્કાલીન સરપંચના મકાનમાં તિજોરીઓની તોડફોડ કરી સોના- ચાંદીના દાગીના તથા ₹25,000 રોકડ ની ચોરી કરી ચોર લોકો પલાયન થયા.
રૂપાખેડા ના અન્ય બે મકાનોમાં ચોર લોકોએ ચોરી નો પ્રયાસ કરતા પાડોશી જાગી જતા તસ્કરો ભાગી છુટ્યા.
સુખસર,તા.18
ફતેપુરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ચોર લોકો રાત્રિ સમયે બંધ મકાનોને નિશાન બનાવી રહ્યા છે.જેમાં ગતરોજ રાત્રિના ફતેપુરા તાલુકાના સુખસર પાસે આવેલ રૂપાખેડા ગામે ત્રણ બંધ મકાનોને ચોર લોકોએ નિશાન બનાવી દરવાજાના નકુચા કાપી એક મકાનમાંથી સોના-ચાંદીના દાગીના તથા રોકડ ₹25,000 ની ચોરી કરી પલાયન થઈ ગયા હોવા બાબતે મકાન માલિક દ્વારા સુખસર પોલીસ સ્ટેશનમાં લેખિત જાણ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.જ્યારે રૂપાખેડા ગામમાં જ અન્ય બે મકાનોમાં ચોર લોકોએ ચોરી કરવાનો પ્રયાસ કરતા પાડોશીઓ જાગી જતા ચોર લોકો મોટરસાયકલો ઉપર ભાગી છૂટ્યા હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત વિગતો મુજબ ફતેપુરા તાલુકાના રૂપાખેડા ગામના તત્કાલીન સરપંચ તેરસિંગભાઈ કડકીયા ભાઈ કિશોરી રૂપાખેડા ગામે તેમજ બલૈયા ક્રોસિંગ ઉપર પોતાના રહેણાંક મકાનો ધરાવે છે.જેમાં રૂપાખેડા વાળા મકાને દિવસના અવર-જવર કરે છે.તેવી જ રીતે ગુરૂવારના રોજ તેરસિંગભાઈ કિશોરી રાત્રિના આઠેક વાગ્યાના અરસામાં રૂપાખેડા વાળા મકાનને તાળા મારી બલૈયા ક્રોસિંગ વાળા મકાન ઉપર ઊંઘવા માટે જતા રહ્યા હતા.ત્યારબાદ રાત્રિના કોઈપણ સમયે કોઈ જાણભેદુ તસ્કરોએ આ મકાનના દરવાજાના નકુચા કાપી મકાનમાં પ્રવેશ્યા હતા.
ત્યારબાદ આજરોજ સવારના રૂપાખેડા ગામના પાડોશી ડામોર સાગરભાઇ એ સાડા આઠેક વાગ્યાના અરસામાં તેરસિંગભાઈ કિશોરીને બલૈયા ક્રોસિંગ ઘરે જઈ જણાવેલ કે,તમારા મકાનના દરવાજા ખુલ્લા છે અને ત્યાં કોઈ હાજર જોવા મળતું નથી.નું જણાવતા તેરસિંગભાઈએ રૂપાખેડા વાળા મકાને જઈ તપાસ કરતા દરવાજાના નકુચા કાપેલા તેમ જ ઘરમાં જોતા તિજોરીની તોડફોડ કરી કપડા વગેરે વેરવિખેર જોવા મળેલ.તેમાં તિજોરીમાં રાખેલ સોનાની બે નંગ વીટી,ચાંદીની ચુડી નંગ એક,ચાંદીના છડા નંગ ચાર,સોનાનું લોકીટ નંગ એક,સોનાનો દોરો નંગ એક તથા રોકડ રૂપિયા 25000/- મળી કુલ રૂપિયા 300,000/- ઉપરાંતની ચોરી થઈ હોવા બાબતે ચોરીનો ભોગ બનેલા તેરસિંગભાઈ કડકીયાભાઈ કિશોરીએ સુખસર પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ આપી હોવાનું જાણવા મળે છે.
જ્યારે રૂપાખેડા ગામના સબુરભાઈ મોતીભાઈ ધામોત તથા શંકરભાઈ મોતીભાઈ ધામોત નાઓ મજૂરી કામે બહારગામ ગયેલ છે.ત્યારે તેઓના મકાનોને પણ ચોર લોકોએ નિશાન બનાવ્યું હતું.અને મકાનમાં કોઈ પ્રવેશ્યૂ હોવાનું જણાતા પાડોશી દિનેશભાઈ ધામોત નાઓ જાગી જતા અને આસપાસમાં મોબાઇલથી જાણ કરી દેતા સમય પારખી ચોર લોકો ત્યાંથી પલાઈન થઈ જતા કોઈ ચોરી થવા પામી નહીં હોવાનું પણ જાણવા મળે છે.