
કોંગ્રેસ પાર્ટી દ્વારા દાહોદ-ગરબાડા બેઠક વચ્ચે ઉમેદવારના નામોની જાહેરાત ને લઈ સસ્પેન્સ યથાવત: હાઈ કમાન્ડના મૌખિક આદેશ બાદ ચંદ્રિકાબેન આવતીકાલે નામાંકન દાખલ કરશે.
કોંગ્રેસ પાર્ટી હાઈ કમાન્ડ દ્વારા મૌખિક આદેશ મળતાં વર્તમાન ધારાસભ્ય ચંદ્રિકાબેન બારીયા નમાંકન દાખલ કરશે..
ગરબાડા તેમજ દાહોદ વિધાનસભા બેઠક પર કોંગ્રેસ દ્વારા ઉમેદવારો જાહેર ન કરતા આશ્ચર્ય….
ગરબાડા તેમજ દાહોદ બેઠક પર ચૂંટણીનું જંગ રસપ્રદ રહેવાના અણસાર…
ગરબાડા બેઠક પર બીજેપી-કોંગ્રેસ દ્વારા ઉમેદવારના નામ ને લઈ સસ્પેન્સ યથાવત: કોંગ્રેસના ગઢમાં બીજેપી કોને ઉતારશે..?? સસ્પેન્સ યથાવત…
દાહોદ તા.12
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. 10 તારીખથી જાહેરનામું પ્રસિદ્ધ થતા ઉમેદવારો દ્વારા ઉમેદવારી પત્ર ભરવાની તૈયારીઓમાં જોતરાયા છે..જોકે પ્રથમ ચરણના ઉમેદવારોએ ઉમેદવારી પત્ર ભરવાનું ચાલુ કરી દીધું છે.ત્યારે દાહોદ જિલ્લામાં સમાવિષ્ટ છ વિધાનસભા બેઠકો પૈકી ચાર વિધાનસભા બેઠકો પર બીજેપી- કોંગ્રેસ દ્વારા ઉમેદવારોના નામોની જાહેરાત કરી દીધી છે. પરંતુ જિલ્લામાં ભાજપ માટે લીટમસ ટેસ્ટ તરીકે ગણાતીઅને ગરબાડા, ઝાલોદ વિધાનસભા બેઠક પર ઉમેદવારો જાહેર ન કરતા બંને બેઠકો પર ઉમેદવારોના નામોને લઈને સંસ્પેન્સ યથાવત જોવા મળી રહ્યો છે. તારે બીજી તરફ દાહોદ તેમજ ગરબાડા બેઠક પર કોંગ્રેસ દ્વારા કોઈ ઉમેદવાર જાહેર ન કરતા અહીંયા પણ સસ્પેસ યથાવત જોવા મળી રહ્યો છે.જોકે કોંગ્રેસ હાઇ કમાન્ડ દ્વારા ગરબાડા વિધાનસભા બેઠક પર વર્તમાન ધારાસભ્ય શ્રીમતી ચંદ્રિકાબેન બારીયા પણ આવતી કાલે રેલી સ્વરૂપે કોંગ્રેસ કાર્યાલયથી રેલી સ્વરૂપે મેન બજારમાં થઈ ગરબાડા મામલતદાર કચેરી ખાતે પોતાનું ઉમેદવારી પત્ર ભરવા જશ.. કોંગ્રેસ પક્ષ દ્વારા હજુ ઉમેદવારો ની યાદી જાહેર નથી કરી છતાં પક્ષના મોવડી મંડળ દ્વારા મૌખિક આદેશ થતા જ ચંદ્રિકાબેન બારીયા ચોથી વાર ધારાસભ્યની ચૂંટણી માટે પોતાનું ઉમેદવારી પત્ર ભરશે. ત્યારે ભાજપ દ્વારા કોંગ્રેસનો ગઢ મનાતી ગરબાડા બેઠક પર કયા દાવેદાર પર પસંદગી ઉતારે છે તે જોવું રહ્યું.