
દાહોદની રહેણાંક સોસાયટીમાં માથાભારે ઈસમે તેના જ મેનેજરની પાર્ક કરેલી ગાડીને ડંડા વડે તોડફોડ કરી નુકસાન પહોંચાડ્યું
દાહોદ તા.13
દાહોદની કલ્યાણ સોસાયટીમાં કંપનીમાં કામ કરતા યુવકે તેના મેનેજરની ઘર આગળ પાર્ક કરેલી ગાડીને ડંડા પાઇપ વડે આગળ પાછળના કાચ તોડી નુકસાન પહોંચાડતા બી ડિવિઝન પોલીસે ચાર લોકો સામે ગુનો નોંધ્યો
દાહોદ શહેરની કલ્યાણ સોસાયટીમાં રહેતા અને મૂળ ભરૂચ આકાશગંગા સોસાયટી સેવાશ્રમ રોડના રહેવાસી ચિરાગભાઈ અશ્વિનભાઈ ઠક્કર તેઓ દાહોદ ખાતે એન્ટેક્ષ ટ્રાન્સપોર્ટ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં સીટી મેનેજર તરીકે ફરજ બજાવે છે ત્યારે તેમના હાથ નીચે કામ કરતા ચાર છોકરાઓ સેલ્સમેન તરીકે ફરજ બજાવતા હતા જેમાં કિશોરકુમાર દેવચંદ ખપેડ મોટી ખરજનો રહેવાસી તેમના હાથ નીચે સેલ્સમેન તરીકે કામ કરતો હતો જે કિશોરને જે કામ સોપવામાં સીટી મેનેજર દ્વારા આપવામાં આવતું હતું તે સમયસર અને કંપનીના નિયમો અનુસાર કામ ન કરતો હતો જેથી મેનેજર દ્વારા તે યુવક કિશોરકુમાર દેવચંદ ખપેડને કંપનીમાંથી ફરજ મોકૂફ કરવામાં આવ્યો હતો જ્યારે કંપનીમાંથી ફરજ મોકૂફ કરવાના ઘુસ્સાને લઈને દાહોદ ખાતે ફરજ બજાવતા એન્ટેક્સ ટ્રાન્સપોર્ટ પ્રાઇવેટ લિમિટેડના સીટી મેનેજર ચિરાગ અશ્વિનભાઈ ઠક્કરના મોબાઈલ ફોન પર તે યુવક દ્વારા અલગ અલગ ત્રણ નંબરો થકી તેમને ધમકીઓ આપવામાં આવતી હતી અને તે પછી તારીખ 11 11 2022 ના રોજ રાત્રિના આઠ વાગીને 15 મિનિટના સમયગાળા દરમિયાન તે મેનેજર હોટલમાં જમીને તેની સોસાયટીના ઘરે ગયો હતો ત્યારે કિશોરકુમાર દેવચંદ ખપેડ તથા તેમની સાથે ત્રણ માણસો સાથે આવી એને તે સીટી મેનેજરની પાર્ક કરેલી વેગનઆર ગાડી જેનો નંબર છે GJ 16 DG 1159 ફોર વ્હીલર ગાડીના આગળ પાછળના કાચ લાકડીઓ તેમજ ડંડાઓ પાઇપ વડે તોડી નાખી અને મેનેજરની ગાડીના દરવાજા તેમજ શો ઉપર ઘોબા પાડી મેનેજરને માં બેન સમાની ગાળો આપતા અને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી ત્યાંથી નીકળી ગયા હતા ત્યારે ઇન્ટેક્સ ટ્રાન્સપોર્ટ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં સીટી મેનેજર તરીકે ફરજ બજાવતા ચિરાગભાઈ અશ્વિનભાઈ ઠકકરે બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી ચારેય યુવકોને પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.