દાહોદ તાલુકાના ભાટીવાડા ગામે શાળામાં મૂકેલી સબમર્સીબલ મોટર ચોરાઈ..

Editor Dahod Live
1 Min Read

રાજેશ વસાવે, દાહોદ 

 

 

દાહોદ તાલુકાના ભાટીવાડા ગામે શાળામાં મૂકેલી સબમર્સીબલ મોટર ચોરાઈ..

 

 

દાહોદ તા.૧૧

 

દાહોદ તાલુકાના ભાઠીવાડા ગામેથી એક શાળા મુકી રાખેલ સબ મર્શિબલ મોટર કિંમત રૂા. ૧૨,૦૦૦ની કોઈ અજાણ્યા ચોર ઈસમોએ ચોરી કરી લઈ નાસી જતાં પોલીસમાં ફરિયાદ નોંધાંવવા પામી છે.

 

ગત તા.૨૦મી ઓક્ટોમ્બરના રોજ ભાઠીવાડા ગામે માળી ફળિયામાં આવેલ જવસીંગભાઈ વરસીંગભાઈ ભુરીયા (રહે. દેલસર, પણદા ફળિયું, તા.જિ.દાહોદ)ની શાળામાંથી કોઈ અજાણ્યા ચોર ઈસમોએ પોતાનો કસબ અજમાવી શાળામાં મુકી રાખેલ સબ મર્શિબલ મોટર કિંમત રૂા.૧૨,૦૦૦ની ચોરી કરી લઈ નાસી જતાં આ સંબંધે જવસીંગભાઈ વરસીંગભાઈ ભુરીયાએ દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

 

Share This Article