Thursday, 28/03/2024
Dark Mode

દાહોદ:પરેલ સી સાઈટ નજીક રેલવે ક્રોસિંગ પર રિવર્સમાં આવી રહેલી ગુડ્સ ટ્રેનની બોગીની અડફેટે ઓટો રીક્ષા 40 ફૂટ સુધી ઘસડાઇ, એક વ્યક્તિ ઈજાગ્રસ્ત… 

June 10, 2021
        1320
દાહોદ:પરેલ સી સાઈટ નજીક રેલવે ક્રોસિંગ પર રિવર્સમાં આવી રહેલી ગુડ્સ ટ્રેનની બોગીની અડફેટે ઓટો રીક્ષા 40 ફૂટ સુધી ઘસડાઇ, એક વ્યક્તિ ઈજાગ્રસ્ત… 

જીગ્નેશ બારીયા :- દાહોદ 

દાહોદ:પરેલ સી સાઈટ નજીક રેલવે ક્રોસિંગ પર રિવર્સમાં આવી રહેલી ગુડ્સ ટ્રેનની બોગીની અડફેટે ઓટો રીક્ષા 40 ફૂટ સુધી ઘસડાઇ, એક વ્યક્તિ સામાન્ય ઈજા ગ્રસ્ત 

 રેલ્વે વર્કશોપથી રેલવે સ્ટેશન તરફ જતા રસ્તામાં સી સાઈટ નજીક રેલવેની બોગી તેમજ રિક્ષા વચ્ચે સર્જાયો અકસ્માત

 ઘટનામાં એક વ્યક્તિને સામાન્ય ઈજાઓ પહોંચી

બનાવની જાણ થતા આરપીએફ સ્ટાફ તાબડતોડ ઘટનાસ્થળે પહોંચ્યો..

દાહોદ તા.10

દાહોદ રેલવે વર્કશોપ સી સાઈટ નજીક આવેલા ક્રોસિંગ પર રેલવેની બોગીની અડફેટે આવેલી પસેન્જર ઓટો રીક્ષા ક્ષતિગ્રસ્ત થવા પામી હતી. જોકે સદ્નનસીબે આ ઘટનામાં એક વ્યક્તિને સામાન્ય ઈજાઓ થવા પામી હતી.ત્યારે ઘટનાની જાણ થતાં આરપીએફના જવાનો સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે.

વધુ મળતી માહિતી પ્રાથમિક પ્રમાણે દાહોદ રેલવે વર્કશોપમાં સમારકામ માટે આવેલી ગુડ્સ ટ્રેનની બોગી આજે વર્કશોપમાંથી રીપેર થઈ રિવર્સમાં રેલવે સ્ટેશન તરફ જઈ રહી હતી. તે સમયે ક્રોસિંગ પરથી પસાર થઇ રહેલી પસેન્જર રીક્ષા રિવર્સમાં આવી રહેલી રેલવે બોગીના પાછળના ભાગે અથડાતા રિક્ષાનો કચ્ચરઘાણ નીકળી જવા પામ્યું હતું.આ ઘટનામાં બોગી રીક્ષાને લગભગ 40 ફૂટ સુધી ઘસડીને લઇ ગઈ હતી. જોકે રિવર્સમાં આવી રહેલી રેલવેની બોગીની ઝડપ ઓછી હોવાના કારણે એક માત્ર વ્યક્તિને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. ત્યારે આ ઘટનાની જાણ રેલવે તંત્ર સહિત આરપીએફને થતાં ઘટનાસ્થળ પર આરપીએફના જવાનો પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!