Tuesday, 22/10/2024
Dark Mode

દાહોદ એ-ડીવીઝન પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે મહિલા ને ઝડપી..

October 25, 2022
        278
દાહોદ એ-ડીવીઝન પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે મહિલા ને ઝડપી..

દાહોદ એ-ડીવીઝન પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે મહિલા ને ઝડપી..

 

દાહોદ તા.25

 

દાહોદના ગોધરા રોડ ખાતેના રહેણાંક મકાનમાંથી દાહોદ એ ડિવિઝન પોલીસે 7152 રૂપિયાના વિદેશી દારૂ સાથે મહિલાને ઝડપી પાડી અટકાયત કરવામાં આવી છે.

 

 દાહોદ એ ડિવિઝન પોલીસના માણસો દિવાળીના તહેવારને અનુસંધાને પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં નીકળ્યા હતા તે દરમિયાન તેમણે ખાનગી રાહે બાતમી હકીકત મળી હતી કે દાહોદના ગોધરા રોડ સાંસીવાડમાં રહેતી પિન્કીબેન સુરેશભાઈ સાંસી તેઓ પોતાના મકાનમાં ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂની બોટલો રાખી અને છૂટક વેચાણ કરી વેપાર ધંધો કરે છે જેવી બાતમીના આધારે દાહોદ એ ડિવિઝન પોલીસે પિન્કીબેન સુરેશભાઈ સાંસીના ઘરમાં ઓચિંતી રેડ કરતા તેના ઘરમાંથી દાહોદ એ ડિવિઝન પોલીસને સંતાડી રાખેલો ભારતીય બનાવટનો વિદેશી દારૂની કુલ બોટલો નંગ 48 જેટલી બોટલો જેની કિંમત રૂપિયા 7152 નો પ્રોહી મુદ્દા માલ દાહોદ એ ડિવિઝન પોલીસને મળી આવ્યો હતો અને પોલીસે દારૂ વેચનાર તે મહિલા પિન્કીબેન સુરેશભાઈ સાંસીની અટકાયત કરી અને દાહોદ એ ડિવિઝન પોલીસ મથકે લાવી તે મહિલા સામે પ્રોહી એક્ટ કલમ મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!