více informací o Mastercard casino yeni casinolar pinco casino data-theme="browser">

દાહોદ જિલ્લાના ચૂંટણીના નોડલ અધિકારીઓની સંકલન બેઠક યોજાઈ

Editor Dahod Live
1 Min Read

રાજેશ વસાવે, દાહોદ

 

દાહોદ જિલ્લાના ચૂંટણીના નોડલ અધિકારીઓની સંકલન બેઠક યોજાઈ.

 

તંત્રને ચૂંટણી કામગીરીની તૈયારીમાં લાગી જવા જિલ્લા ચૂંટણી અધિકારી હર્ષિત ગોસાવીની સુચના.

 

દાહોદ , તા.૨૧

સપ્ટેમ્બર – દાહોદ જિલ્લા ચૂંટણી અધિકારી તથા જિલ્લા કલેક્ટરશ્રી હર્ષિત ગોસાવીના અધ્યક્ષ સ્થાને ચૂંટણીના નોડલ અધિકારીઓની સંકલન બેઠક યોજવામાં આવી હતી. જેમાં સૌ અધિકારીઓને ચૂંટણી કામગીરી માટે એક્શન મોડમાં આવી જવા તેમણે સૂચના આપી હતી.

જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા વિકાસ અધિકારીસુશ્રી નેહા કુમારી, દાહોદ જિલ્લા પોલીસ વડા શ્રીબલરામ મીણા , જિલ્લાના અધિક ચૂંટણી અધિકારી તથા અધિક કલેક્ટરશ્રી એ.બી.પાંડોર તેમજ વિવિધ વિભાગોના નોડલ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. 

જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ વિભાગવાર કામગીરીની વહેંચણી કરી, ચૂંટણી તૈયારીઓની સમીક્ષા કરી હતી. તેમણે દરેક અધિકારી-કર્ચમારીઓને ચૂંટણી પંચની માર્ગદર્શિકા, લોકપ્રતિનિધિત્વ ધારો, કંડક્ટ ઑફ ઇલેક્શન રૂલ્સ સહિતના સાહિત્યનો અભ્યાસ કરી લેવા જણાવ્યું હતું. વિધાનસભા ચૂંટણી માટે હવે મર્યાદિત સમય હોવાથી સૌને એક્શન મોડમાં કામ કરવા જણાવ્યું હતું.

આ ઉપરાંત મતદારો લોકશાહીના પર્વનો લાભ લઈને, પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે માટે જાગૃતિ કાર્યકમો યોજવા સૂચના આપી હતી. ઔદ્યોગિક વિસ્તારોમાં સ્થળાંતરિત થતા મતદારો મતદાન કરી શકે તે માટે ઉદ્યોગકારો સાથે બેઠક યોજીને આયોજન કરવા પણ જણાવ્યું હતું.

Share This Article
right now at casino live

www.applepaycasino.it

casino bonus

daha fazla okuyun pinco casino navštivte casino hry

casino s Apple Pay

zatočení zdarma casino s Mastercard