Monday, 14/07/2025
Dark Mode

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ફોર્મ ભરવાના છેલ્લા દિવસે ભાજપના વર્તમાન ધારાસભ્યે ઉમેદવારી નોંધાવી

November 17, 2022
        2534
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ફોર્મ ભરવાના છેલ્લા દિવસે ભાજપના વર્તમાન ધારાસભ્યે ઉમેદવારી નોંધાવી

 શબ્બીરભાઈ સુનેલવાલા :- ફતેપુરા

129 ફતેપુરા વિધાનસભાના ભારતીય જનતાપાર્ટી ના ઉમેદવાર ઉમેદવારી પત્ર રજૂ કરશે

ભાજપ પાર્ટીના ઉમેદવાર શ્રી રમેશભાઈ ભુરાભાઈ કટારા મામલતદાર કચેરીમાં ઉમેદવારી પત્ર રજૂ કર્યું     

ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અને 129 વિધાનસભાના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના દંડક શ્રી રમેશભાઈ ભુરાભાઈ કટારા ને ભાજપ પાર્ટી દ્વારા ટિકિટની ફાળવણી કરવામાં આવતા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તારીખ 17 11 2022 ને ગુરુવાર ના રોજ ટેકેદારો અને દરખાસ્ત કરનારના સાથે રાખીને મામલતદાર કચેરીમાં આવીને ચૂંટણી અધિકારી શ્રી ને 129 વિધાનસભાના સભ્ય માટેનું પોતા નું ઉમેદવારી પત્ર 129 વિધાનસભા ના ચૂંટણી અધિકારી અને નાયબ કલેકટર મધ્યાન ભોજન યોજના શ્રી ફાલ્ગુનભાઈ પંચાલને ઉમેદવારી પત્ર રજૂ કર્યું હતું દાહોદ જિલ્લા ભાજપા પ્રમુખ શ્રી શંકરભાઈ અમલીયાર દાહોદ જિલ્લા પંચાયતના શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી પ્રફુલભાઈ ડામોર દાહોદ જિલ્લા ભાજપ મહિલા મોરચાના આગેવાન જલ્પાબેન અમલીયાર ભારતીય જનતા પાર્ટીના આગેવાન શ્રી ચુનીલાલભાઈ ચરપોટ તેમજ કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા શ્રી રમેશભાઈ ભુરાભાઈ કટારા ની પસંદગી ભારતીય જનતા પાર્ટી દ્વારા ત્રીજી વાર કરવામાં આવતા તેઓ સતત બે ટર્મ થી ભાજપ પાર્ટીના ધારાસભ્ય તરીકે ચૂંટાઈને આવેલા છે અને ગુજરાત વિધાનસભાના દંડક તરીકેની કામગીરી કરી રહ્યા છે ધારાસભ્યશ્રી દ્વારા જાહેર સભાને પણ સંબોધવામાં આવેલ હતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!