
રાહુલ મહેતા :- દે. બારીયા
ધાનપુર તાલુકાના પાનમ ગામના કટારા ફળિયા માંથી મળી આવેલ માંસ ગૌ માંસ હોવાનો રિપોર્ટમાં આવતા પોલીસે સાત ઈસમો વિરૂદ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.
માસ નુ સેમ્પલ પૃથ્થકરણ અર્થે મોકલી આપ્યું હતું
પૃથ્થકરણ નો રિપોર્ટ માં ગૌ માંસ હોવા નું રિપોર્ટમાં આવતા પોલીસે ગુન્હો નોંધ્યો ):સાત ઇસમો વિરુદ્ધ ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી.
ધાનપુર તા.10
ધાનપુર તાલુકાના પાંનમ ગામના કટારા ફળિયા માં ધાનપુર પોલીસને બાતમીના આધારે શંકાસ્પદ માંસ ઝડપી પાડી માસ ના સેમ્પલને પૃથક્કરણ અર્થે મોકલી આપ્યો હતો રિપોર્ટ માં ગૌ માંસ હોવા નું બહાર આવતા પોલીસે ગૌ વંશ ની હત્યા કરનાર એક ને ઝડપી પાડી કુલ સાત ઇસમો સામે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી .
પ્રાપ્ત વિગત અનુસાર ધાનપુર પોલીસ મથકના પી એસ આઇ ને બાતમી મળી હતી કે ધાનપુર તાલુકાના પાનમ ગામમાં કટારા ફલિયા ના કોતર માં ગાય કે નીલ ગાયની હત્યા કરીને તેના અલગ અલગ ભાગ પાડી રહ્યા હોવાની બાતમી મળી હતી બાતમીના આધારે ધાનપુર પોલીસ મથકના પી.એસ.આઇ સ્ટાફ સહિત નો કાફલો બાતમી વાળી જગ્યાએ પોહચી જઈ જોતાં ઘટના સ્થળે કેટલાક ઇસમો ગૌ વંશ ની હત્યા કરી તેનાં માંસ નાં અલગ અલગ ભાગ પાડી રહ્યા હતા ત્યારે પોલીસ ને જોઈ આ ઇસમો જંગલ તરફ નસી છુંટિયા હતા ત્યારે પોલીસે તપાસ કરતાં આ માસ શંકાસ્પદ હોવાનુ જણાતા હત્યા કરાયેલા પશુ ના અંગો પોલીસને મળી આવ્યાં હતા જેમાં આ હત્યા કરેલ પશુ ને જોતાં તેનાં કેટલાક અંગો ઉપર થી એવું લાગી રહ્યું કે આ હત્યા ગૌ વંશ ની થઈ હોય તેવી શક્યતા છે ત્યારે આ પશુઓની હત્યા કર્યા બાદ તેના હિસ્સાઓ પણ પાડી દેવાયા હતા જેમાં ૧૫૦ કિલો જેટલો માસ નો જથ્થો તેમજ હત્યા માં વપરાયેલા કુહાડી સહીત ના સાધનો ઝડપી તેને કબ્જે લઇ પોલીસે આ માસ નો સેમ્પલ લઈ એફ.એસ.એલ માટે મોકલી આપ્યો હતો અને તે અફે એસ એલ રિપોર્ટ માં આ માસ ગૌ માંસ હોવા નું બહાર આવતા પોલીસે ગૌ વંશ ની હત્યા કરનાર (૧)હરસિંગ વાલચંદ કટારા ને ઝડપી પાડી અન્ય છ (૨)રામસિંગ કાળીયા ભાઈ કટારા. (૩)મોહન પાંગળા ભાઈ કટારા . (૪)સબીર બીજીયા ભાઈ પરમાર. (૫)અમરસિંહ નાથીયા ડામોર. (૬) દિનેશ જુવાનસિંહ ડામોર સહીત અન્ય એક અજાણ્યો ઇસમ મળી કુળ સાત ઇસમો વિરુદ્ધ ગુજરાત પશુ સંરક્ષણ સુધારા અધિનિયમ હેઠળ ની કલમો તેમજ પ્રાણી ક્રુરતા અધિનિયમ હેઠળની કલમ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી ગૌવંશની હત્યા કરનાર અન્ય હત્યારાઓની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે ત્યારે આ વિસ્તારમાં આવા કેટલાક લોકો માં પણ ફફડાટ ફેલાઈ જવા પામ્યો હોય તેમ જોવાઈ રહ્યું છે.