બે દિવસ પૂર્વે ઘરેથી બજાર જવાનુ કહી નીકળી રહસ્યમયી સંજોગોમાં ગુમ થયેલ કિશોરની લાશ નજીકના ખારવા નદીમાંથી મળી આવતા અનેક શંકા-કુશંકાઓ, નદીમાં ન્હાવા ઉતરતા પાણીમાં ડૂબ્યો કે કોઈ કે અંગત વેર વાળવા કાસળ કાઢી નદીમાં ફેંકી દીધો, સમગ્ર ઘટનાની તલસ્પર્શી તપાસમાં પોલીસ જોતરાઈ
દાહોદ ડેસ્ક તા.૧૪
ઝાલોદ તાલુકાના લીમડી નગરમાં રહેતા એક વેપારીના ૧૩ વર્ષીય સગીર પુત્રનું કોઈ અજાણી વ્યક્તિ દ્વારા બે દિવસ અગાઉ અપહરણ કરી લઈ જતાં આ સંબંધે લીમડી પોલિસ મથકે ફરિયાદ પણ નોંધાવા પામી હતી. આ તમામ કિસ્સામાં પોલીસની શોધખાળ બાદ આ વેપારીના સગીર પુત્રની લાશ ઝાલોદની ખારવા નદીમાંથી મળી આવતાં પંથક સહિત જિલ્લામાં ચકચાર મચી જવા પામી છે. આ બાળકની હત્યા કરી લાશ નદીમાં ફેંકી દેવામાં આવી હશે કે કેમ? જેવા અનેક સવાલો લોકમાનસમાં ઉદ્ભવવા પામ્યા છે. અપહરણ કર્તાઓએ શું આ બાળકને મોતને ઘાટ ઉતારી તેની લાશ નદીમાં ફેંકી દીધા જેવા પ્રશ્નોએ પણ લોકોના મન હચમચાવી મુક્યા છે.
ઝાલોદ તાલુકાના લીમડી નગરમાં કારઠ રોડ, હરીઓમ સોસાયટીમાં રાકેશભાઈ કનુભાઈ ચૌહાણના ૧૩ વર્ષીય પુત્ર તુષારનું ગત તા.૧૨.૧૦.૨૦૧૯ના રોજ લીમડી નગરમાંથી જ કોઈક અજાણ્યા ઈસમ દ્વારા અપહરણ કરી લઈ જતાં આ સંબંધે અપહરણ સગીર યુવકના પિતાએ લીમડી પોલિસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આ સમગ્ર મામલે પોલીસ તપાસ ચાલુ હતી ત્યારે આજરોજ ખારવા નદીમાંથી આ યુવકની લાશ મળી આવતા પંથકમાં ચકચાર મચી જવા પામ્યો હતો. સગીર યુવકનો મૃતદેહ મળી આવતાં પરિવારમાં આક્રંદ છવાઈ ગયો હતો. શું આ બાળકનું અપહરણ કર્તાઓએ હત્યા કરી લાશને નદીમાં ફેંકી દીધી હોવાની પણ લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે ત્યારે હત્યારાઓને પકડી પાડવા પોલિસે ચક્રોગતિમાન કર્યા હોવાનુ તેમજ આ કેસમાં પોલીસે તલસ્પર્શી તપાસ હાથ ધરી છે.
તુષાર ઘરેથી નીકળી ખારવા નદી સુધી કેવી રીતે પહોંચ્યો? અને તેની સાથે શું થયું? તે પોલીસ તપાસનો વિષય ગતરોજ 12/10/2019 ના રોજ ઘરેથી રહસ્યમય સંજોગોમાં ગુમ થયેલ તુષારનું મૃતદેહ ઘટનાના બે દિવસ બાદ લીમડી નજીક ખારવા નદી માંથી મળી આવતા પોલીસે તુષારના મૃતદેહ ને લીમડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર લાવી પીએમ કરાવતા પીએમના પ્રાથમિક રિપોર્ટમાં તુષારનો મૃત્યુ વધારે પાણી પી લેવાથી થયું હોવાનું બહાર આવ્યું હતું. જેથી પોલીસે વધુ તપાસ અર્થે તુષારના વિસેરા વડોદરા ખાતે મોકલી ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શનમાં પોલીસ તપાસમાં જોતરાઈ ગઈ હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં તુષાર ઘરેથી નીકળી ખારવા નદીમાં ન્હાવા આવ્યો હશે અને નદી કિનારે કપડાં કાઢી પાણીમાં ન્હાવા ઉતરતા નદીમાં લીલ હોવાથી અને જે જગ્યાથી તુષારનો મૃતદેહ મળ્યો તે જગ્યા ઊંડી હોવાથી તુષારનો મૃત્યુ નદીના ઊંડા પાણીમાં ડૂબી જવાથી થયું હોવાનું કહેવાઈ રહ્યું છે. જોકે ઘરેથી રહસ્યમયી સંજોગોમાં ગુમ થયેલ તુષાર તુષાર કઈ રીતે ખારવા નદી સુધી પહોંચ્યો હશે? તેની સાથે શુ થયું હશે? જે હાલ પોલીસ માટે તપાસનો વિષય બની ગયો છે.તુષાર લીમડીના વેપારીનો પુત્ર હોવાથી અને કોઈ કે આપસી રંજિશ કાઢવા તેનું અપહરણ કરી તેનું કાસળ કાઢી પાણીમાં ફેંકી મર્ડરને અકસ્માતમાં ખપાવવાનો ઇરાદો તો નથી ને? જેવી અનેક તરેહની ચર્ચાઓ લીમડી નગરમાં ટોક ઓફ ધ ટાઉન બની ગઈ છે. ત્યારે પોલીસતંત્ર તમામ પાસાઓ પર ધ્યાન કેન્દ્રિત કરી આધુનિક પદ્ધતિ તેમજ ટેક્નિકલ સોર્સ ની મદદથી આવનારા કેટલા સમયમાં સમગ્ર ઘટના પરથી દૂધ કા દૂધ અને પાની કા પાની કરશે તે જોવું રહ્યું.