સંતરામપુર નગરમાં નગરના દરેક વિસ્તારોમાં આર સી.સી રસ્તા બનાવવામાં આવ્યા હતા.ગુજરાત સરકાર દ્વારા નગરનો વિકાસ થાય અને નગરજનોની પ્રાથમિક સુવિધા મળે તેના હેતુથી સરકાર દ્વારા માતબર રકમ ફાળવી ને નગરના વિકાસ માટે અને સુવિધા પૂરી પાડવા માટે રકમ ફાળવવામાં આવેલી હતી.અને નગરના દરેક રસ્તાઓ બનાવવામાં આવેલા હતા. પરંતુ સંતરામપુરના દરેક વિસ્તારોમાં બનાવવામાં આવેલા રસ્તાઓ એક જ વર્ષમાં તૂટી ગયેલા જોઈ રહ્યા છીએ રસ્તા ઉપર દરેક જગ્યાએ અત્યારથી લોખંડના સળીયા ઓ બહાર જવાય છે આને ખાડાઓ પડી ગયા છે.કોન્ટ્રાક્ટર દ્વારા હલકી કક્ષાનું અને ગુણવત્તાનો મટિરિયલનો ઉપયોગ થવાના કારણે આજે સંતરામપુર નગરના રસ્તાઓ તૂટી ગયેલા જોઈ રહ્યા છે.કોન્ટ્રાક્ટરના મળતિયાઓના કારણે આજે નગરના રસ્તાઓ તૂટી ગયેલા જોઈ રહ્યા છે.જવાબદાર અધિકારીઓ પણ કામગીરી દરમિયાન ધ્યાન આપવામાં આવેલું જ હતું.છ માસ અગાઉ આ રસ્તો બાબતમાં જાગૃત નાગરિકે પ્રાદેશિક કમિશનર માં લેખિતમાં રજૂઆત પણ હતી કોન્ટ્રાક્ટરની નિયમ મુજબ વર્ષ દરમિયાન રસ્તાઓ તૂટી ગયા છો ફરીથી રીપેરીંગ કરવાની નિયમમાં આવે છે પરંતુ હજુ સુધી મરામત કરવામાં આવેલ નથી જો એક જ વર્ષમાં રસ્તા તૂટી જાય આ અંગેનો તપાસનો વિષય બન્યો છે.