ફતેપુરાના વડવાસ મુકામે અતિ પ્રાચિન શિવ મંદિરનુ જીર્ણોદ્ધાર કરી પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી,નવીન પાંચ મૂર્તિઓની નગરમાં શોભાયાત્રા કાઢવામાં આવી
ફતેપુરા તા.28
ફતેપુરા નગરથી બે કિલોમીટર દૂર વડવા મુકામે ભગવાન શંકરનું અતિપ્રાચીન નીલકંટેશ્વર મહાદેવ મંદિર આવેલું છે.વર્ષો જુનુ મંદિર હોવાના કારણે મંદિરનું જીર્ણોધ્ધાર કરવામાં આવ્યું હતું.મંદિરમાં ભગવાન શિવની શિવલિંગ બિરાજમાન છે.માતા પાર્વતી હનુમાનજી ગણપતિજી કાચબો અને નંદિની મૂર્તિઓ ખંડિત થઈ જતા તેમની સામે નવી મૂર્તિઓનું પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી હતી.પાંચે મૂર્તિઓનું નગરના વિવિધ વિસ્તારમાં શોભાયાત્રા કાઢી હતી.અને વડવાસ મુકામે બે દિવસ ચાલનારા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં લોકો સોશિયલ ડિસ્ટન્સ જાળવી અને કોરોના મહામારી ની ગાઈડલાઈન ચુસ્ત પણે પાલન કરીને મંદિર પ્રાંગણમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજવામાં આવ્યો હતો.બુધવાર અને ગુરુવારે એમ બે દિવસ ચાલનારા આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ શ્રદ્ધાળુ સ્વેચ્છિક જોડાયા હતા.