Friday, 19/04/2024
Dark Mode

દાહોદ તાલુકાના ગલાલીયાવાડ વિસ્તારમાં ધમધમતા જુગારધામ પર પોલીસના દરોડા: ૭૦ હજારના મુદ્દામાલ સાથે 9 ગેમ્બલરો ઝડપાયા, એક ફરાર

દાહોદ તાલુકાના ગલાલીયાવાડ વિસ્તારમાં ધમધમતા જુગારધામ પર પોલીસના દરોડા: ૭૦ હજારના મુદ્દામાલ સાથે 9 ગેમ્બલરો ઝડપાયા, એક ફરાર

જીગ્નેશ બારીયા :- દાહોદ  

દાહોદ તા.૨૮

દાહોદ તાલુકાના ગલાલીયાવાડ વિસ્તારમાં જાહેરમાં ખુલ્લી જગ્યામાં આંક ફરકનો જુગાર રમી રહેલા ૧૦ જેટલા જુગારીઓને પોતાની ઓચિંતી રેડ પાડી ઝડપી પાડી સ્થળ પરથી રોકડા રૂપીયા ૩૪,૦૮૦,૭ મોબાઈલ ફોન કિંમત રૂા.૩૫,૦૦૦, જુગારના સાધનો વિગેરે મળી કુલ રૂા.૬૯,૩૫૦ના મુદ્દામાલ સાથે ૧૦ પૈકી ૦૯ ને ઝડપી પાડી જ્યારે એક નાસી જવામાં સફળ રહેતા પોલીસે તેની પણ ધરપકડના ચક્રોગતિમાન કર્યા છે.

બાબુભાઈ કરીમભાઈ શેખ (રહે.ગલાલીયાવાડ), વિક્રમભાઈ લાલચંદભાઈ અમલીયાર (રહે.ગલાલીયાવાડ), સંજયભાઈ વલ્લભાઈ નિનામા (રહે.લક્ષ્મી હોટલ પાછળ,દાહોદ), મનોજરામ જગધરરામ દાસ (રહે.ગોદીરોડ, દાહોદ), દવાલભાઈ છત્રાભાઈ મોહનીયા (રહે.મંડાવાવ,દાહોદ), સમસુભાઈ મગનભાઈ બારીયા (રહે.છાપરી,દાહોદ), તુલસીદાસ ધનશ્યામભાઈ બારીયા (રહે.પંકજ સોસાયટી,દાહોદ), દિનેશભાઈ ભુરાભાઈ બીલવાળ (રહે.ગલાલીયાવાડ), સામુભાઈ મડીયાભાઈ માવી (રહે.ઉસરવાણ,દાહોદ) અને વજુભાઈ ગલાભાઈ ભુરીયા (રહે.ગલાલીયાવાડ) આ ૧૦ જણા ગત તા.૨૭મી ઓક્ટોબરના રોજ ગલાલીયાવાડ વિસ્તારમાં જાહેરમાં ખુલ્લી જગ્યામાં આંક ફરકનો જુગાર રમી રહ્યા હતા. આ દરમ્યાન પોલીસને મળેલ બાતમીના આધારે આ સ્થળ પર ઓચિંતી રેડ કરતાં નાસભાગના દ્રશ્યો સર્જાયા હતા પરંતુ પોલીસે ચારેય તરફથી સૌને ઘેરી લેતા ૧૦ પૈકી ૦૯ ને ઝડપી પાડ્યા હતા જ્યારે વજુભાઈ ગલાભાઈ ભુરીયા નાસી જવામાં સફળ રહ્યો હતો. પોલીસે સ્થળ પરથી રોકડા રૂપીયા ૩૪,૦૮૦, ૭ મોબાઈલ ફોન કિંમત રૂા.૩૫,૦૦૦, બોલપેન, બુક, તમાકું, પાન, બીડી વિગેરે મળી કુલ રૂા.૬૯,૩૫૦નો મુદ્દામાલ કબજે લઈ દાહોદ તાલુકા પોલીસે ઉપરોક્ત દશેય વિરૂધ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

————————–

error: Content is protected !!