બાબુ સોલંકી :- સુખસર
*અંબાજી પગપાળા જતા યાત્રિકોના વાહનોને સલામતી માટે સુખસર પોલીસ દ્વારા રેડિયમ લગાવવામાં આવી*
સુખસર,તા.16
દાહોદ જિલ્લાના સુખસર પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા જનરક્ષક 112 સુખસરની ટીમ અને સુખસર પોલીસ સ્ટેશનનાં પોલીસ કર્મચારીઓ દ્વારા મહત્વપૂર્ણ સુરક્ષા કામગીરી હાથ ધરવામાં આવી હતી. અંબાજી પગપાળા જતા યાત્રિકોના વાહનનો દૂરથી દેખાય તે માટે વાહનો પર રેડિયમ લગાવવામાં આવ્યું હતું.રાત્રિના સમયે વાહનો સરળતાથી નજરે પડે તે માટે આ પહેલ કરવામાં આવી છે.રેડિયમ લગાવવાથી વાહનોની વિઝિબિલિટી વધશે અને અકસ્માતનું જોખમ ઘટાડવામાં મદદ મળશે.યાત્રિકોની સુરક્ષા માટે પોલીસ દ્વારા લેવામાં આવેલું આ પગલું પ્રશંસનીય છે.
ખાસ કરીને અંધારામાં વાહન ચાલકોને આગળ જતા વાહનોની ઓળખ કરવામાં સરળતા રહેશે.પોલીસની આ કામગીરીથી અંબાજી જતા પદયાત્રીઓ અને તેમના વાહનોની સલામતીમાં વધારો થશે.યાત્રિકોની સુખાકારી અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ વ્યવસ્થા કરવામાં આવી છે.
સુખસર પોલીસની આ માનવતાભરી અને જવાબદારીપૂર્ણ કામગીરી લોકોમાં સુરક્ષાની ભાવના મજબૂત બનાવે છે.સુખસર પોલીસ સ્ટેશનની આ પહેલ ખરેખર જનસુરક્ષા અને સેવાભાવનું ઉત્તમ ઉદાહરણ છે.
